ગાર્બેઝ ફ્રી સાબરકાંઠા” સ્વચ્છતા હી સેવા મિશન લોન્ચ કરવામાં આવ્યું*
*“ગાર્બેઝ ફ્રી સાબરકાંઠા” સ્વચ્છતા હી સેવા મિશન લોન્ચ કરવામાં આવ્યું*
*******************
*સાબરકાંઠા જિલ્લાને કચરા મુકત કરવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના હાથ ધરાશે*
**************
સાબરકાંઠા જિલ્લામાં તા.૧૫ મી સપ્ટેમ્બર ૨૦૨૩ થી તા ૧૫ મી ઓક્ટોમ્બર-૨૦૨૩ સુધી સ્વચ્છતા હી સેવા (SHS) માસનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છતા હી સેવા કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. ગાર્બેઝ ફ્રી ઇન્ડિયાના થીમ સાથે શરુ કરાયેલા. આ કેમ્પેઈનનો ઉદેશ્ય ગાર્બેઝ ફ્રી સાબરકાંઠા બનાવવાનો છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત ગ્રામ કક્ષાએ થનાર વિવિધ કાર્યક્રમમાં જાહેર સ્થળોથી સાફ-સફાઈ,સરકારી સંપત્તિઓના સમારકામ, રંગરોગન,સફાઈ અને બ્રાન્ડિંગ,ભિત ચિત્રો દોરવા,નદી કિનારાની જગ્યાઓની સાફ સફાઈ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે લોક જાગૃતિના કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. ગામડાંની શાળા- આંગણવાડીમાં સ્વચ્છ અભિયાન ચલાવવામાં આવશે,સ્વચ્છતા યાત્રાને પ્રોત્સાહન આપવા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાશે.સ્વચ્છતા કામદારની સન્માન કરવામાં આવશે.તમામ પ્રવૃત્તિઓના ડોક્યુમેન્ટ તેયાર કરવા આવશે. આમ સાબરકાંઠા જિલ્લાને કચરા મુકત બનાવવા પૂરા પ્રયાસ કરવામાં આવશે. તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે.પી.પાટીદારે એક અખાબારી યાદીમાં જણાવ્યું છે.
******************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.