પાલ્લા કોઠંબા ગામ વાઈફાઈ તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ - At This Time

પાલ્લા કોઠંબા ગામ વાઈફાઈ તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ


મહીસાગર જીલ્લાના કોઠંબા પાલ્લા ગામે 4 ટર્મથી સરપંચની ચૂંટણી સમરસ થાય છે. તેમાં પણ પાછલા 2 ટર્મથી તમામ સભ્યો સહિત સરપંચ મહિલા સમરસ ચૂંટાય છે. તેથી ગામનો વિકાસ અવિરત થતો જ જાય છે. ગામની પાયાની સુવિધાઓ જેવી કે પાણી ગટર રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટોનો લાભ ગામના લોકોને મળી રહે છે. પાલ્લા (કોઠંબા) ગામની વસ્તી 1800 જેટલી છે જેમા વર્ષ 2007થી 2022 સુધીમાં સતત 4 વખત સમરસ સરપંચ ચુંટાઈ આવેલ છે.જેમા વર્ષ 2022માં પટેલ નિતાબેન વિશાલભાઈ, વર્ષ 2017 મકવાણા મીનાબેન, વર્ષ 2012 પટેલ સુમનબેન, વર્ષ 2007માં પટેલ મંગળભાઈ સમરસ સરપંચ તરીકે ચૂંટાયા હતા. ગામમાં કોઈ પણ ગ્રામજનોનો પ્રશ્ન હોય તો અમો ગામમાં જ નિરાકરણ લાવીએ છીએ. પાલ્લા ગામમાં સ્વચ્છ ભારત અભિયાનને વેગ મળે તે હેતુથી ગામમાં સ્વચ્છતા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત ગામની સાફસફાઈ કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.