કચ્છ: માતાની દીકરી પર ક્રૂરતા, ગળુ દબાવી તાવેતાથી માર મારતા ફરિયાદ થઇ - At This Time

કચ્છ: માતાની દીકરી પર ક્રૂરતા, ગળુ દબાવી તાવેતાથી માર મારતા ફરિયાદ થઇ


કચ્છ: માતાની દીકરી પર ક્રૂરતા, ગળુ દબાવી તાવેતાથી માર મારતા ફરિયાદ થઇ

ઘરે ભૂલથી તેલ ઢોળાતા બાળકીની માતા ગુસ્સે થઈ

પ્રિયંકાબેને ઉશ્કેરાઇને 9 વર્ષની દીકરી સૌમ્યાને ઢોર માર માર્યો

માધાપર પોલીસ સ્ટેશનમાં માતા સામે ફરિયાદ નોંધાઈ

કચ્છના માધાપરમાં બાળકીને ક્રૂરતાથી માર મારતો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં લોકોએ માતા સામે ફિટકાર વરસાવ્યો છે. ત્યારે માધાપર પોલીસ સ્ટેશનમાં માતા સામે ફરિયાદ નોંધાઈ છે. ઘરે ભૂલથી તેલ ઢોળાતા બાળકીની માતા ગુસ્સે થઈ હતી અને ગળુ દબાવી તાવેતાથી માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
પ્રિયંકાબેને ઉશ્કેરાઇને 9 વર્ષની દીકરી સૌમ્યાને ઢોર માર માર્યો
ઉલ્લેખનીય છે કે માધાપર જૂનાવાસમાં ભવાની હોટલ પાછળ મહાપ્રભુનગરમાં રહેતા ફરિયાદી રાહુલ જુમાભાઈ મહેશ્વરીએ ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે, તેમના લગ્ન મૂળ રાજસ્થાનના જયપુરના પ્રિયંકાબેન સાથે થયા હતા.બે વર્ષ અગાઉ તેઓ જૂનાવાસમાં આવેલા આંબેડકર નગરમાં રહેતા હતા ત્યારે ઘરે તેલ ઢોળાઈ જવા જેવી સામાન્ય બાબતે માતા પ્રિયંકાબેને ઉશ્કેરાઇને 9 વર્ષની દીકરી સૌમ્યાને ઢોર માર માર્યો હતો.
માતાએ સૌમ્યાનું ગળુ દબાવીને તાવેતા વડે માર માર્યો
આ મામલે પ્રિયંકા ગોધારા નામની મહિલા વિરુદ્ધ તેના પૂર્વ પતિ અને બાળકીના પિતા રાહુલ મહેશ્વરીએ માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે IPC 323 અને કિશોર ન્યાય અધિનિયમ 2015ની કલમ 75 મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સૌમ્યા મહેશ્વરી નામની 9 વર્ષની બાળકી દ્વારા તેલ ઢોળાતા તેની માતા પ્રિયંકા ગુસ્સે થઈ ગઈ હતી. જે બાદ માતાએ સૌમ્યાનું ગળુ દબાવીને તાવેતા વડે માર માર્યો હતો.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.