જિલ્લા કંટ્રોલરૂમ પરથી વિદ્યાર્થીઓ અને વાલીઓને માહિતી તેમજ માર્ગદર્શન મળી રહેશે - At This Time

જિલ્લા કંટ્રોલરૂમ પરથી વિદ્યાર્થીઓ અને વાલીઓને માહિતી તેમજ માર્ગદર્શન મળી રહેશે


આગામી ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા સુગમતાપૂર્વક સંપન્ન થાય તે હેતુથી કલેક્ટર બી.એ.શાહનાં અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક મળી

સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર વિશેષ કાળજી રાખવા તેમજ પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે કલેક્ટરશ્રીની તાકીદ

જિલ્લા કંટ્રોલરૂમ પરથી વિદ્યાર્થીઓ અને વાલીઓને માહિતી તેમજ માર્ગદર્શન મળી રહેશે

બોટાદ કલેક્ટર બી.એ.શાહની અધ્યક્ષતામાં આજરોજ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર વિશેષ સિક્યુરિટી રાખવા તેમજ પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે કલેક્ટરએ તાકીદ કરી હતી.

બેઠકમાં પરીક્ષા કેન્દ્રો તેમજ સ્ટ્રોંગરૂમ ખાતે પેપર લઈ આવવા-લઈ જવા મુદ્દે, વર્ગખંડોમાં બેઠક વ્યવસ્થા બાબતે, દરેક પરીક્ષા કેન્દ્ર પર મેડિકલ કીટ રાખવાની વ્યવસ્થા અંગે, ઈમરજન્સી સમયે 108ની વ્યવસ્થા, સ્ટ્રોંગરૂમની વ્યવસ્થા, જિલ્લાકક્ષાએ કંટ્રોલરૂમની કામગીરી, પોલીસ બંદોબસ્ત, વિદ્યાર્થી ગેરરીતિ આચરતા પકડાય તો લેવામાં આવતા પગલાંઓ, પાવર સપ્લાઈ જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા, ટ્રાંસપોર્ટેશન સહિતના મુદ્દાઓની વિસ્તારપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કલેક્ટરએ તમામ વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો કે તેઓ શિક્ષણ વિભાગને સહકાર આપે તે જરૂરી છે.

ઉક્ત બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી(ઇ.ચા.) વિક્રમસિંહ પરમારે પરીક્ષાના સમગ્ર આયોજન વિશે સવિસ્તર માહિતી પૂરી પાડી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મુકેશભાઈ પરમાર(ઇ.ચા.), પોલીસ અધિક્ષક(ઇ.ચા.) એ.એ. સૈયદ સહિત વિવિધ વિભાગનાં અધિકારીઓ શિક્ષણ સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Report by Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.