વડાગામ-ધનસુરા હાઈવે માર્ગ ઉપર રોડની સાઈડમાં પાથરેલ ક્વોરી વેસ્ટને લઈ બાઈકચાલકો સ્લીપ થતાં સ્થાનિકોમાં રોષ
વડાગામ-ધનસુરા હાઈવે માર્ગ ઉપર વડાગામ નજીક તૂટી ગયેલી રોડની સાઈડોમાં કવોરી વેસ્ટ પાથરતાં બાઈક ચાલકો સ્લીપ થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ માર્ગ ઉપર અવાર નવાર બાઈકો સ્લીપ થતાં જાનનું જોખમ જોવાઈ રહ્યું છે.તો સત્વરે તંત્ર દ્વારા તૂટી ગયેલી સાઈડો ઉપર મરામત થાય તેમ સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે. વડાગામ નજીક સહકાર ટ્રેડીંગની આગળથી પસાર થતા હાઈવે માર્ગની સાઈડો બિસ્માર થતાં બાઈક ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ હાઈવે માર્ગની સાઈડો તૂટી જતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કવોરી વેસ્ટ પાથરી દેવામાં આવ્યો છે. જેને લઈ બાઈકો સ્લીપ થઈ રહી છે. આ માર્ગ ઉપર સતત વાહન વ્યવહાર ધમધમતો રહે છે. ટુ વ્હીલર ચાલકો માર્ગની સાઈડમાં પાથરેલ કવોરી વેસ્ટમાં સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં સ્લીપ થઈ જતાં અવારનવાર અકસ્માત સર્જાય છે. તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્વરે માર્ગની સાઈડ ઉપર મરામત થાય તેમ સ્થાનિક લોકોની માંગ ઉઠી છે. શું તંત્ર કોઈનો જીવ ગયા પછી જ જાગશે ના સવાલો સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. સ્થાનિક રહીશ મફતભાઈ રબારીના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય સમયથી આ માર્ગની સાઈડો તૂટી ગયેલ હોવા છતાં તંત્રના અધિકારીઓને દેખાતી જ નથી. પરિવાર સાથે જતા બાઈક ચાલકો પણ અવારનવાર રોડ પર પટકાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.