ધંધુકાના નાગરિકને RTI મુજબની માહિતી સમયમર્યાદા કરતાં 1 વર્ષ વિલંબથી આપતા તાલુકા વિકાસ અધિકારીને રૂપિયા ૧૫૦૦૦ નો દંડ ફટકાર્યો.
ધંધુકાના નાગરિકને RTI મુજબની માહિતી સમયમર્યાદા કરતાં 1 વર્ષ વિલંબથી આપતા તાલુકા વિકાસ અધિકારીને રૂપિયા ૧૫૦૦૦ નો દંડ ફટકાર્યો.
ધંધૂકના એક નાગરિક દ્વારા એક RTI કરીને અમુક ચોક્કસ માહિતી માંગવામાં આવી હતી જેના અનુસંધાને જાહેર માહિતી અધિકારીએ સમયમર્યાદા પછી 1 વર્ષ વિલંબથી પછી માહિતી આપી હતી બાબતે ગુજરાત રાજ્ય માહિતી આયોગે સમયમર્યાદામાં પ્રત્યુતર ના આપવા તથા માહિતી પૂરી ના પાડવા બદલ અધિકારીને રૂપિયા ૧૫૦૦૦/-નો દંડ ફટકાર્યો હતો જો એક માસમાં જમા ના કરે તેમના પગારમાથી વસૂલવા માટે જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસરા અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેર ખાતે રહેતા કલ્યાણસિંહ કે પરમાર રહે મોદી ફળી ધંધૂકા દ્વારા તારીખ ૧૮/૦૧/૨૦૨૨ના રોજ જાહેર માહિતી અધિકારી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ધંધુકા જેની માહિતી જાહેર માહિતી અધિકારી દ્વારા અરજદારને માહિતી પૂરી પાડવામાં આવી નથી જેના કારણો પૂછતા જાહેર માહિતી અધિકારી તથા પ્રથમ અપીલ અધિકારી દ્વારા કહેવામા આવ્યું હતું કે કચેરીનું નવી બિલ્ડીંગ બનતા જૂનું કચેરીમાઠી રેકર્ડ નવી કચેરીમાં લાવતા સદર રેકર્ડ અદલા બદલી થવાના કારણે માહિતી પૂરી પાડવામાં આવેલ નથી. આમ ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા બીજી અપીલની સૂનવાણી તારીખ ૦૩/૧૦/૨૦૨૩ના રોજ રાખવામા આવેલ હતી જે સમયે વિવાદી તથા બંને અધિકરીઓ હાજર રહેલ હતા .તમામ દલીલો સાંભળ્યા બાદ શ્રી વિરેન્દ્ર પંડ્યા , રાજ્ય માહિતી કમિશ્નર દ્વારા હુકમ કરતા જણાવ્યુ હતું કે જાહેર માહિતી અધિકારીએ અરજદાર કલ્યાણસિંહ કે પરમારની અરજીની તારીખથી સમયમર્યાદા બાદ ૧ વર્ષના વિલંબથી અધૂરી માહિતી આપવામાં આવી હતી. જાહેર માહિતી અધિકારીશ્રી તેમજ પ્રથમ અપીલ અધિકારીશ્રી એચ.એફ.ભૂવાત્રા એ પાઠવેલ હોવાનું જણાયું હતું જેથી માહિતી અધિકાર કલમ -૨૦(૧) મુજબ નિયત સમયમાં માહિતી પૂરી ના પાડવા બદલ રૂપિયા ૧૫૦૦૦/-દંડ ફટકાર્યો હતો. જો આ દંડ તેમના દ્વારા ચૂકવવામાં નહિ આવે તો જિલ્લા વિકાસ અધિકારી પાસેથી તેમના પગાર ભથ્થામાથી વસૂલ કરવા તેમજ અધૂરી માહિતી તારીખ ૩૧/૦૧/૨૦૨૪ સુધીમાં પૂરી પાડી આપવાની રહેશે તેઓ ચુસ્ત હુકમ તારીખ ૦૮/૧૨/૨૦૨૩ના રોજ માહિતી કમિશ્નર આયોગ દ્વારા કરવામાં આવ્યો હતો.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.