પરીક્ષામાં અગાઉથી જૂની પુરવણીમાં જવાબો લખી હોમિયોપેથીમાં પાસ કરાવી દેવાનું કૌભાંડ, એક વિદ્યાર્થી પકડાયો, ચાર વર્ષની સજા - At This Time

પરીક્ષામાં અગાઉથી જૂની પુરવણીમાં જવાબો લખી હોમિયોપેથીમાં પાસ કરાવી દેવાનું કૌભાંડ, એક વિદ્યાર્થી પકડાયો, ચાર વર્ષની સજા


વિદ્યાર્થીને સજા તો કરી દેવાઈ પરંતુ જૂની પુરવણીમાં જવાબ લખી નાખવાનું કૌભાંડ હવે તપાસ બાદ બહાર આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષામાં કોલેજોમાં કેટલી ગેરરીતિ અને કૌભાંડ ચાલી રહ્યા છે તે ઉજાગર કરતો કિસ્સો બહાર આવ્યો છે. ઓગસ્ટ-2022માં લેવાયેલી બીએચએમએસ થર્ડ યરની પરીક્ષામાં એક વિદ્યાર્થી ઘેરથી જ પુરવણી લખીને પરીક્ષા આપવા આવતા પકડાયો હતો જેને શુક્રવારે મળેલી EDAC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની બેઠકમાં 1+8 સેમેસ્ટર સુધી પરીક્ષા નહીં આપવા દેવાની સજા ફટકારવામાં આવી હતી. આ કિસ્સાના આધારે અગાઉથી જવાબો લખીને હોમિયોપેથીમાં પાસ કરાવી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જો કે આ સમગ્ર કિસ્સો એક મહિના અગાઉ બન્યો હોવા છતાં યુનિવર્સિટીએ દબાવી દીધું હતું પરંતુ ઈડીએસીની મિટિંગમાં સિન્ડિકેટના સવાલ બાદ વટાણા વેરાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.