દાંતાના વન વિભાગના અધિકારીઓ ખાઇવાડના લોકોને અભદ્ર ગાળો બોલી ધમકી આપતા હોવાના આક્ષેપ.
દાંતાના વન વિભાગના અધિકારીઓ ખાઇવાડના લોકોને અભદ્ર ગાળો બોલી ધમકી આપતા હોવાના આક્ષેપ.
દાંતા તાલુકો અંતરીયા વિસ્તાર તરીકે જાણીતો છે અને આ વિસ્તારના લોકો અભણ અને ગરીબ વર્ગના વસવાટ કરે છે ત્યારે દાંતા તાલુકાના ખાઈવાડ વિસ્તારમાં આવેલ જંગલ ખાતાની ઈંગલો ચોરી જતા જંગલ ખાતાના અધિકારીઓ રાત્રિના બે વાગ્યે જઈ એક ગરીબ પરિવારને હેરાન કરતા હોવાના પરિવારે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા છે.
બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જંગલ ખાતાના અધિકારીઓ પોતાનાં માલ સામાન ની દેખરેખ રાખી શકતા નથી.અને ગરીબ ખેડુતોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામા આવે છે. બીજી બાજુ ખેડૂત પરિવારને ધમકી આપવામાં આવે છે કે ચોર પકડી આપો.નહિ તો માલ સામાન લઇ આપો. કોઈ અજાણ્યા ઘરમાં અડધી રાત્રે જઈ તેની તપાસ કરવી યોગ્ય ન હોવાના પણ આક્ષેપ કર્યા છે ત્યારે બીજી બાજુ દાંતા તાલુકો ગરીબ અને મધ્યમ વર્ગ તરીકે હોવાથી અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ આ બનાવમાં ચોર બીજો છે અને તેનો ભોગ બીજાને બનાવવામાં આવે છે અને બીજી બાજુ વન વિભાગના અધિકારી દ્વારા ધમકી આપવામાં આવી કે તમને અહીંયા થી કાઢી મુકીશું બીજી બાજુ અધિકારીઓ દ્વારા ગાળો બોલવામાં આવે છે અને તેવા પણ સ્થાનિક પરિવાર મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા છે ત્યારે વન વિભાગના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. હવે જોવાનું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા શું આવા અધિકારીઓ ઉપર કોઈ કાયદાકીય પગલા ભરવામાં આવશે ખરા? તેવી લોક ઊઠવા પામી છે
રિપોર્ટર નીલેશ શ્રીમાળી દાંતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.