રાજકોટથી રાજુલા આવવા માટે સાંજે સાડા સાત કલાકે બસ શરૂ થતાં આનંદની લાગણી વેપારીઓની માંગણી બાદ નવી બસનું કરાયું લોકાર્પણ.. - At This Time

રાજકોટથી રાજુલા આવવા માટે સાંજે સાડા સાત કલાકે બસ શરૂ થતાં આનંદની લાગણી વેપારીઓની માંગણી બાદ નવી બસનું કરાયું લોકાર્પણ..


રાજુલા રાજકોટ અસંખ્ય વેપારીઓ વિદ્યાર્થીઓ જતા હોય છે રાજકોટથી સાંજે 5 વાગ્યા બાદ એકપણ બસ ન હતી રાતે અમરેલી સવારકુંડલથી આવવું હોય તો પણ એક બસ ન હતી આ માટે વેપારીઓની માંગણી હતી જે માટે ધારાસભ્ય સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી.

આજરોજ રાજુલા-રાજકોટ નવી બસનો શુભારંભ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કરાવ્યો હતો આ બસ બપોરે બે વાગ્યે રાજુલાથી ઉપડશે જ્યારે રાજકોટથી સાંજે સાડા સાત વાગે ઉપડશે જેથી રાજકોટ અમરેલી સાવરકુંડલાથી રાજુલા આવવા માટે રાતની એક નવી સુવિધા ઉપલબ્ધ થઈ છે.

વેપારીઓની માંગણીને ધ્યાને લઇ આ બસ શરૂ કરવા બદલ સરકારના આભાર સાથે લોકાર્પણ કર્યું હતું આ તકે પીઠાભાઈ નકુમ હરસુરભાઈ લાખણોત્રા સાગરભાઇ સરવૈયા વેપારી મંડળના પ્રમુખ મનીષભાઈ વાળા ગૌરાંગભાઈ મહેતા જીગ્નેશભાઈ ત્રિવેદી ગજેન્દ્રસિંહ પરમાર કાનાભાઈ ભરવાડ ઘનશ્યામભાઈ સાવલિયા ઘનશ્યામભાઈ મશરૂ પરેશભાઈ લાડુમોર કમલેશભાઈ પરમાર હિંમતભાઈ જીંજાળા મુકેશભાઈ ગુજરીયા તેમજ એસટીના અધિકારીઓ વેપારીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.