ઉના માં મોહરમ ના અને રક્ષાબંધન તહેવાર દરમિયાન સરાહનીય કામગીરી બદલ મુસ્લીમ સમાજ દ્વારા પોલીસ અધિકારીઓનું સન્માન
ઉના શહેરમાં હિન્દુ મુસ્લિમ ના બન્ને તહેવાર કોમી એક્તા અને ભાઈ ચારા સાથે મનાવી અને એક અલગ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું જેમાં મહોરમ અને રક્ષાબંધન તહેવાર દરમિયાન ઉના પોલીસ દ્વારા સતત 3 દિવસ સુધી ખડેપગે રહી સુંદર સુરક્ષા વ્યવસ્થા જાળવવા બદલ મુસ્લીમ સમાજના અગ્રણી ગુજરાત ઘાંચી સમાજ ના ઉ પ પ્રમુખ યુસુફ ભાઈ સોરઠીયા(તવકકલ) દ્વારા ગીર સોમનાથ ના ડી વાય એસ પી બાંભણીયા અને ઉના પી.આઇ એમ યુ મસી અને પી.એસ.આઇ. સહિતના પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઉના શહેરમાં આ વર્ષે મોહરમ ના તહેવાર ની ભવ્ય ઉજવણી થઈ હતી. ઠેર-ઠેર શહેર માં અનેક વિસ્તાર માં તાજિયા પડમાં આવ્યા હતા.ઉના પોલીસ દ્વારા ખડેપગે રહીને સતત 3 દિવસ સુધી તાજિયા તેમજ લોકોની સલામતી વ્યવસ્થા ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા થી લઈ ને અનેક અઘિકારી, અન્ય પોલીસ સ્ટાફ દ્વારા તાજિયા ના પરવાનેદાર, તાજીયા કમિટી તેમજ મુસ્લિમ બિરદારોને ખુબ સારો સાથ સહકાર આપવામાં આવ્યો હતો.
જે બદલ ગીર સોમનાથ જિલ્લા ના ડી વાય એસ પી બાંભણીયા તથા એ એસપી ઓમ પ્રકાશ જાટ તેમજ ઉના ના પી.આઇ. એમ યુ મસી સહિતના અધિકારીઓ તેમજ સ્ટાફ નું મુસ્લીમ સમાજ ના અગ્રણી દ્વારા સન્માન કરી તેઓની સરાહનીય કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે ઉના સૈયદ રફીક બાપુ કાદરી નકશબંદી તથા તેમના સાહબજાદા સૈયદ મજરબાપુ કાદરી નકશબંદી તથા ગૂજરાત ઘાંચી સમાજ ના ઉ પ પ્રમુખ યુસુફ ભાઈ સોરઠીયા (તવકકલ) તથા ભાજપ લઘુમતી મોરચાના ના પ્રમુખ ઇમ્તિયાઝ ભાઈ ચોરવાડા તથા હનીફ ભાઈ અજમેરી તથા મહેબૂબ ભાઈ પડાયા તેમજ તાજીયા કમિટી તથા નામી અનામી સહિતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર
9824884786
9724884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.