ચલથાણ ગામના એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક શામ ત્રિરંગા કે નામ કાર્યક્રમ યોજાયો - At This Time

ચલથાણ ગામના એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક શામ ત્રિરંગા કે નામ કાર્યક્રમ યોજાયો


સુરત જીલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામના એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક શામ ત્રિરંગા કે નામ કાર્યક્રમ યોજાયો જ્યારે દેશની વાત આવે ત્યારે તમામ દેશના નાગરિકો દેશ માટે હરહંમેશ ખડે પગે ઉભા રહી છે ત્યારે દેશના પર્વની વાત આવે તો મહોત્સવમાં ઉત્સવ કેમ ભુલાય જ્યારે આજે સ્વતંત્રતા દિવસ હોય અને આખો દેશ મહોત્સવ મનાવવા માટે ઉત્સાહભેર મહોત્સવમાં જોડાયો હતો ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ચલથાણ દ્વારા કડોદરા ખાતે સ્વતંત્રતા પર્વ ને લઈને એક શામ આઝાદી કે નામ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ એકતા ચેરીટેબલ ટ્રસ્ટના મેમ્બરો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટય કરીને કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો આ કાર્યક્રમમાં ચલથાણ કડોદરાના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ કડોદરા નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ ચલથાણ ગામના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આઝાદીના પર્વને લઈને કાર્યક્રમમાં યોગદાન આપનારા ભામાશાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દેશભક્તિના ગીતોને લઈને માહોલ રંગીન બનાવી દેવામાં આવ્યો હતો તેમજ દેશ ભક્તિના ગીતો વાગતાની સાથે જ ટ્રસ્ટના મેમ્બરો સહિત ઉપસ્થિત લોકોએ રાષ્ટ્ર ધ્વજ સાથે ઝૂમી ઉઠ્યા હતા

એક શામ આઝાદી કે નામ ને લઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ચલથાણ દ્વારા સામાજિક તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલ ટ્રસ્ટ છે

*અહેવાલ :- નિલેષ આહીર કડોદરા સુરત*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon