ભાભર ઝઝામ બસ બંધ કરતા સરહદી વિસ્તારના લોકોમાં રોષ.... - At This Time

ભાભર ઝઝામ બસ બંધ કરતા સરહદી વિસ્તારના લોકોમાં રોષ….


40 વર્ષ થી ચાલતી સરહદી વિસ્તારની બસ એક એક બંધ કરાતાં મુસાફર જનતામાં રોષ...

દિવસ માં ત્રણ ટાઇમ જતી બસ ફક્ત નાઈટ માં જ મૂકવામાં આવે છે ....

સરહદી વિસ્તારના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર ના લોકો ને બસ સુવિધા મળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે ત્યારે ભાભર થી સૂઇગામ તાલુકા ના કટાવ , ગરાબડી, મોરવાડા, ઢેચાણા દુદોસણ ડુંગળા ઝઝામ સહિત ના સરહદી છેવાડા ના ગ્રામ્ય વિસ્તારો ના લોકો ને મુશાફરી માટે છેલ્લા 40 વર્ષ થી એક માત્ર બસ ભાભર જ્જામ બસ ચાલતી હતી જે દિવસ માં ત્રણ ટાઇમ સવારે 8.30 વાગે ભાભર થી જજામ બપોરે 1.30 કલાકે દિયોદર ભાભર થઈ જજામ જતી હતી તેમજ સાંજે 6.15 કલાકે ભાભર જજામ બસ જતી હતી કુલ એક દિવસ માં ત્રણ ટીપ હતી પરંતુ દિયોદર એસ. ટી વિભાગ દ્વારા અચાનક દિવસ ની બે ટીપ બંધ કરી ફક્ત એક ટાઇમ સાંજે 6.18 કલાક ની બસ ચાલુ રાખેલ છે જેને લઇ આ છેવાડા ના વિસ્તાર માં આવતી એક માત્ર બસ અચાનક બંધ થતાં ગ્રામ્ય વિસ્તાર. ના લોકો રખડી પડ્યા છે કાળજાળ ગરમી માં નોકરી ધંધા ઘર સમાન ખરીદી માટે મુષાફરી કરવી મુશ્કેલ બની છે કાળજાળ ગરમી માં શટલ રીક્ષા સહિતની પેસેન્જર ગાડીઓનો સહારો લેવો પડી રહ્યો છે જીવ જોખમે મુસાફરી કરી રહા છે નો કોઈ અકસ્માત ની ઘટના બને તો જવાબદાર કોણ સરહદી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે 40 વર્ષ થી ચાલતી તાલુકા મથકને જોડતી એક માત્ર બસ બંધ થતાં અનેક સવાલો ઉઠી રહા છે...

----------------------------
આ બાબતે ગરાબડી ગામ ના સ્થાનિક નારણભાઈ સોલંકી એ જણાવ્યું હતું અમો છેવાડા ના ગ્રામ્ય વિસ્તાર માં રહીએ છીએ અમો લોકો ને નોકરી ધંધા તેમજ ખરીદી માટે 40 વર્ષ થી ચાલતી એક માત્ર બસ ભાભર જજામ અચાનક દિવસ દરમિયાન બંધ કરવામાં આવી છે છેવાડા વિસ્તાર ના લોકો બહુજ હેરાન થઈ રહા છીએ જીવ ના જોખમે પ્રાઇવેટ વાહનો નો સહારો લેવો પડે છે એસ . ટી. વિભાગ ને વિનંતી 40 વર્ષ થી ચાલતી બસ ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે...


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.