બોટાદ જીલ્લાના ખેડુતો માટે બાગાયત ખાતા દ્વારા કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ)ના નવા વાવેતરમાં રૂ. ૩ લાખની સહાય - At This Time

બોટાદ જીલ્લાના ખેડુતો માટે બાગાયત ખાતા દ્વારા કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ)ના નવા વાવેતરમાં રૂ. ૩ લાખની સહાય


બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનુ કે ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે સરકારશ્રીના બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) વાવેતર માટે રૂ. ૩ લાખની સહાય, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મુલ્યે છત્રી/શેડ કવરની યોજના, રક્ષિત ખેતી માટેની યોજનાઓ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેંટની વિવિધ યોજનાઓ, બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ માટેની સહાય યોજના વગેરે યોજનાઓ માટે ખેડુતો અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડુત પોર્ટલ હાલ ખુલ્લુ મુક્વામા આવેલ છે. વિગત ધ્યાને લઇ લાભ લેવા માંગતા ખેડુતભાઇઓએ આઇ-ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in)માં મોબાઇલ, ગ્રામ પંચાયત કે સાઇબર કાફેમાંથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ પોતાની સહી કે અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો સાથે સમય મર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ ખાતે રજુ કરવાની રહેશે. સામાન્ય રીતે, ખેડુતભાઇઓ અરજી કર્યા બાદ પ્રિન્ટ કચેરીમાં જમા કરાવતા ન હોવાથી અરજી નામંજુર કે સહાય મેળવવામાં વિલંભ થાય છે જેની નોંધ લેવા વધુમાં જણાવાયું છે, વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીને કચેરી, એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ફોન નં.૦૨૮૪૯-૨૭૧૩૨૧ ઉપર સંપર્ક કરવાની રહેશે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.