*જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડી. ડી . જાડેજાએ પાસા ધારા હેઠળ હુકમ કરતા બુટલેગર મધ્યસ્થ જેલ સુરતના હવાલે....* - At This Time

*જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડી. ડી . જાડેજાએ પાસા ધારા હેઠળ હુકમ કરતા બુટલેગર મધ્યસ્થ જેલ સુરતના હવાલે….*


*જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડી. ડી . જાડેજાએ પાસા ધારા હેઠળ હુકમ કરતા બુટલેગર મધ્યસ્થ જેલ સુરતના હવાલે....*

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના અનુસંધાને જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ગેરકાયદેસર દારૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઈશમો મયુર ઉર્ફે મરઘો લક્ષ્મીચંદ કાપડિયા, રહે. નવાબંદર,તા.ઉના કે જેઓ નવાબંદર પોલીસ સ્ટેશનના ગુ. ર. નં.૧૧૧૮૬૦૦૩૨૪૦૦૯૦ માં કિ.રૂ.૫,૧૧, ૨૦૦/- નો ભારતીય અને વિદેશી બનાવટી દારૂ-બિયરનો વિપુલ પ્રમાણમાં પ્રોહીબીશનનો મુદ્દામાલને કબ્જામાં રાખીને હેરફેર કરતા ગુન્હામાં પકડાયેલ,આ ઈશમ ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ થાય તેવા કારણો જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તા.૧૯/૦૪/૨૦૨૪ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા મધ્યસ્થ જેલ સુરતના હવાલે કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.