પિતરાઈ ભાઈઓનો વેપારી ઉપર હુમલો . - At This Time

પિતરાઈ ભાઈઓનો વેપારી ઉપર હુમલો .


ધંધાર્થે ઉછીના આપેલા 70 હજારની વસુલાત માટે બે પિતરાઈ ભાઈઓએ કપડાનો વેપાર કરતા ભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી અંગેનો બનાવ સામે આવ્યો છે . ફરિયાદના આધારે વારસિયા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ મારામારી સહિતની કલમ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે . 2 હાથીખાના મન્સુરી કબ્રસ્તાનમાં રહેતા અને જેપી રોડ પોલીસ સ્ટેશન સામે કપડાની દુકાન ધરાવતા અજીમ શેખે ફરિયાદ નોંધાવી હતી કે , માસીના દીકરા ઝૈન ઉર્ફે ભુરીયો રફિકભાઈ પઠાણ અને અજહર રફિકભાઈ પઠાણ ( બંને રહે - ફતેપુરા , ધૂળધોયા વાડ ) પાસેથી ધંધા માટે ઉછીના રૂ . 70 હજાર લીધા હતા . જે પરત આપી દીધા હોવા છતાં ઉપરોક્ત બંને ભાઈઓએ મને ફતેપુરા ખાતે બોલાવી રૂ . 70 હજાર ક્યારે પરત આપીશ તેમ કહી અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો . આ ઝપાઝપી દરમિયાન મારો મોબાઇલ ફોન ક્યાંક પડી ગયો હતો અને હું ગભરાઈ મોટરસાયકલ સ્થળ પર છોડી નાસી છૂટ્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.