તમિલનાડુમાં 3 દલિતોની હત્યા મામલે 4 વર્ષ બાદ 27 દોષિતોને આજીવન કેદની સજા - At This Time

તમિલનાડુમાં 3 દલિતોની હત્યા મામલે 4 વર્ષ બાદ 27 દોષિતોને આજીવન કેદની સજા


- આ મામલે 4 કિશોરો સહિત એક પ્રભાવશાળી સમુદાયના કુલ 33 લોકોની વિરુદ્ધ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો હતોશિવગંગા, તા. 06 ઓગષ્ટ 2022, શનિવારતમિલનાડુના શિવગંગાની એક વિશેષ અદાલતે શુક્રવારે કચનાથમ ટ્રિપલ નર્ડર કેસમાં 27 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. શિવગંગા જિલ્લાના કચનાથમ ગામમાં 28 મે 2018ના રોજ એક પ્રભાવશાળી સમુદાયના હથિયાર બંધ ગિરોહે 3 દલિતોની હત્યા કરી લાખી હતી. આ કેસમાં 4 વર્ષ બાદ અદાલતનો નિર્ણય આવ્યો છે. શિવગંગા જિલ્લાના તિરુપ્પચેટ્ટીની નજીક 28 મે 2018ની રાત્રે કચનાથમ ગામના અનુસૂચિત જાતિ સમુદાયના 3 લોકો - અરુમુગમ, એ. ષણમુગનાથન અને વી. ચંદ્રશેખરની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. મંદિરમાં આયોજિત એક સમારોહમાં સમ્માન આપવાને લઈને થયેલા વિવાદ બાદ આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. શિવગંગામાં SC/ST (POA)એક્ટ હેઠળ કેસની સુનાવણી કરનારી અદાલતે સજા સંભળાવી હતી. અદાલતના ન્યાયાધીશ મુથુકુમારને 1 ઓગષ્ટ, 2022ના રોજ આ હત્યાકાંડમાં 27 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. સજાનું એલાન 5 ઓગષ્ટના રોજ કરવામાં આવ્યું છે.હત્યાકાંડમાં 33 લોકો હતા આરોપીઆ મામલે 4 કિશોરો સહિત એક પ્રભાવશાળી સમુદાયના કુલ 33 લોકોની વિરુદ્ધ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન એકનું મોત થઈ ગયું હતું. શું હતો મામલો?26 મે 2018ના રોજ દલિત પુરુષો દ્વારા શિવગંગાના કચનાથમ ગામમાં કરુપન્નાસ્વામી મંદિર ઉત્સવ દરમિયાન ઉચ્ચ જાતિના એક 19 વર્ષીય યુવકને સમ્માન ન આપ્યા બાદ આ ઘટના બની હતી. યુવક સુમને પોતાના ભાઈ અરુણ અને સમુદાયના અન્ય સદસ્યો સાથે 28 મેના રોજ દલિત વસાહતો પર હુમલો કર્યો હતો અને કે. અરુમુગમ, એ.ષણમુગનાથનની હત્યા કરી નાખી હતી. હુમલામાં ઘાયલ થયેલો એક અન્ય દલિત વ્યક્તિ વી. ચંદ્રશેખરનું 2 દિવસ બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થઈ ગયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.