સુરતમાં કોરોનામાં નવા ૬૬ અને સ્વાઇન ફ્લુમાં વધુ ૬ કેસ

સુરતમાં કોરોનામાં નવા ૬૬ અને સ્વાઇન ફ્લુમાં વધુ ૬ કેસ


સિટીમાં
૨૭ અને જીલ્લામાં ૩૯ કેસ સામે ૧૧૬ દર્દીઓ સાજા થયા : એકટીવ કેસ ૫૦૩ થયા    સુરત,
:સુરતમાં
કોરોનામાં છેલ્લા ૨૪ કલાકમાં શુક્રવારે સિટીમાં કોરોનામાં ૨૭ અને જીલ્લામાં ૩૯ મળી
નવા ૬૬ દર્દી ઝપેટમાં આવ્યા  છે. જયારે સિટીમાં
૫૨ અને જીલ્લામાં ૬૪ મળી ૧૧૬ દર્દીઓને ડિસ્ચાર્જ મળ્યો હતો. જયારે કોરોના સાથે સ્વાઇન
ફુલમાં આજે નવા છ દર્દી ઝપેટમાં આવ્યા છે.આરોગ્ય
વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં નવા કોરોનામાં ૨૭ કેસ નોધાયો છે. જેમાં
સૌથી વધુ રાંદેરમાં ૯, અઠવામાં ૬, લિંબાયતમાં ૩, સેન્ટ્રલમાં
૧, વરાછાએમાં ૧, વરાછી બીમાં ૪,કતારગામમાં ૧, ઉધના એ ઝોનમાં ૨ દર્દી સંક્રમિત થયા
છે. જેમાં ત્રણ બિઝનેસ કરના વ્યકિત સહિતના સમાવેશ થાય છે. જયારે સિટીમાં ૫૨
દર્દીઓે સાજા થતા રજા આપવામાં આવી છે. સિટીમાં કુલ ૨૫૯ એકટીવ કેસ પૈકી ૯ દર્દી
હોસ્પિટલમાં દાખલ છે. જોકે સિટીમાં કોરોના સંક્રમિત થયેલા ૨૭ દર્દીમાં ફુલ વેકસીન
એટલે બે ડોઝ લીધેલા ૨૬, પ્રિકોશન અથવા બુસ્ટોર ડોઝના ૧ અને
એક પણ ડોઝ નહી લેનાર ઝીરો વ્યકિત છે. આ ઉપરાંત સુરત જીલ્લામાં કોરોનામાં વધુ ૩૯
દર્દી સંપડાયા છે.જયારે જીલ્લામાં ૬૪ દર્દી રજા આપવામાં આવી હતી. જોકે જીલ્લામાં
કુલ ૨૪૪ એકટીવ કેસ છે. જયારે સિટી અને જીલ્લામાં મળી એકટીવ કેસ કુલ ૫૦૩ થયા છે.


ઉપરાંત સુરત સિટીમાં છેલ્લા ૨૪ કલાકમાં શુક્રવારે સિટીમાં સ્વાઇન ફુલમાં નવા છ
દર્દી ઝપેટમાં આવ્યા હતા. જયારે હાલમાં ૧૨ દર્દી વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ
છે. અત્યાર સુધીમાં સ્વાઇન ફુલમાં કુલ ૪૩ દર્દી સંપડાયા છે.જેમાં સ્વાઇન ફુલમાં બે
મોત થયા અંગે પાલિકાના ચોપડે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »