રાફામાં ઇઝરાયલની સેનાના બોમ્બ વિસ્ફોટમાં 25ના મોત:50 ઘાયલ; 26 મે પછી બીજો મોટો હુમલો; ગાઝામાં અત્યાર સુધીમાં 37,100થી વધુ લોકોના મોત - At This Time

રાફામાં ઇઝરાયલની સેનાના બોમ્બ વિસ્ફોટમાં 25ના મોત:50 ઘાયલ; 26 મે પછી બીજો મોટો હુમલો; ગાઝામાં અત્યાર સુધીમાં 37,100થી વધુ લોકોના મોત


​​​​​ઇઝરાયલની સેનાએ શુક્રવારે (21 જૂન) ગાઝાના દક્ષિણી શહેર રાફા નજીક અલ-મવાસીમાં પેલેસ્ટિનિયન ટેન્ટ કેમ્પ પર બોમ્બમારો કર્યો હતો. ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા અને 50 ઘાયલ થયા. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ હુમલાની જાણકારી આપી હતી. આ નાના પેલેસ્ટિનિયન પ્રદેશમાં હાલનો જીવલેણ હુમલો હતો, જ્યાં હજારો લોકો ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈમાં ભાગી ગયા છે. રાફામાં સિવિલ ડિફેન્સ ફર્સ્ટ રિસ્પોન્સર્સના પ્રવક્તા અહેમદ રાદવાનના જણાવ્યા અનુસાર, સાક્ષીઓએ બે સ્થળો પર ગોળીબારની જાણ કરી હતી. ઇઝરાયલની સેનાએ કહ્યું કે આ મામલાની સમીક્ષા કરવામાં આવી રહી છે, પરંતુ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે હુમલો કર્યો હોવાના કોઇ સંકેત નથી. ઇઝરાયલે પણ અન્ય કોઈ હુમલાઓ અથવા તેમના લક્ષ્યો વિશે કોઈ માહિતી આપી નથી. ઇઝરાયલે ઘણી વખત કહ્યું છે કે તે હમાસના આતંકીઓ અને લક્ષ્યોને નિશાન બનાવે છે. તે હુમલામાં નાગરિકોના મૃત્યુને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, ઇઝરાયલનું એમ પણ કહેવું છે કે આતંકવાદીઓ લોકોની વચ્ચે રહીને હુમલા કરે છે. તેથી, નિર્દોષ લોકો પણ હુમલામાં જીવ ગુમાવે છે. ગાઝામાં એક મહિનામાં બીજો મોટો હુમલો
21 જૂનની ઘટના એક મહિનામાં ગાઝામાં ઇઝરાયલનો બીજો મોટો હુમલો છે. આ પહેલા રવિવારે (26 મે) ઇઝરાયલે રાફા શરણાર્થી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 45 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ હતા. CNNના સમાચાર મુજબ ગાઝાના અધિકારીઓ અને પેલેસ્ટાઈન રેડ ક્રેસન્ટ સોસાયટીએ જણાવ્યું કે આ હુમલો એક શરણાર્થી કેમ્પ પર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ઇઝરાયલના કબજા હેઠળના આ વિસ્તારોને સેના દ્વારા સેફ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે વિસ્થાપિત લોકોને અહીં રાખવામાં આવ્યા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેણે રાફામાં હમાસ કમ્પાઉન્ડ પર હુમલો કર્યો હતો, જેમાં હમાસના આતંકવાદીઓ થોડા સમય પહેલા કામ કરી રહ્યા હતા. IDFએ એમ પણ કહ્યું હતું કે હુમલા બાદ લાગેલી આગથી સંખ્યાબંધ નાગરિકોને નુકસાન થયું હતું, જેની તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા હમાસે ઇઝરાયલ પર મિસાઈલ ઝીંકી હતી રવિવારે (26 મે) હમાસની અલ-કાસિમ બ્રિગેડે ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં મોટો મિસાઈલ હુમલો કર્યો હતો. હમાસની ડિફેન્સ વિંગ અલ-કાસિમ બ્રિગેડે કહ્યું હતું કે આ કાર્યવાહી ઇઝરાયલના નરસંહારના જવાબમાં કરવામાં આવી છે. બાદમાં ઇઝરાયલની સેનાએ પણ સ્વીકાર્યું હતું કે રાફાથી 8 રોકેટ ઝીંકવામાં આવ્યા હતા. રોઇટર્સના અહેવાલ મુજબ જાન્યુઆરી પછી ઇઝરાયલ પર હમાસ દ્વારા આ પહેલો મોટો હુમલો માનવામાં આવે છે. હમાસ અલ-અક્સા ટીવીએ અહેવાલ આપ્યો છે કે ગાઝા પટ્ટીથી રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, ઇઝરાયલની સેનાએ ઘણા શહેરોમાં સાયરન વગાડ્યું હતું, જેમાં સંભવિત હુમલાની ચેતવણી આપવામાં આવી હતી. ગાઝામાં અત્યાર સુધીમાં 37 હજાર લોકોના મોત
ઇઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબર 2023થી યુદ્ધ ચાલુ છે. આ એ જ દિવસ હતો જ્યારે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલમાં ઘૂસીને હુમલો કર્યો હતો અને 1200 ઇઝરાયલના નાગરિકો માર્યા ગયા હતા. 234 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઇઝરાયલના જમીની હુમલા અને બોમ્બ ધડાકામાં ગાઝામાં અત્યાર સુધીમાં 37,100થી વધુ લોકો માર્યા ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.