૨૪૦૦ બસ કાર્યક્રમમાં રોકાતા કચ્છ સહિત રાજયભરમાં મુસાફરો રઝળ્યા
ભુજ,રવિવારશનિવારાથી બે દિવસ માટે વડાપ્રાધાન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગત રોજ અમદાવાદ ખાતે અને આજે કચ્છમાં વડાપ્રાધાનના કાર્યક્રમો યોજાવાના પગલે જેમાં માનવ મેદનીની અવરજવર માટે રાજયના એસ.ટી. નિગમની ૨૪૦૦થી વાધુ બસો રોકી લેવામાં આવી જેના કારણે આજરોજકચ્છ સહિત રાજયના અનય બસસ્ટેશનો પર વ્યાપક પ્રમાણમાં જુદા જુદા રૃટોની બસો કેન્સલ કરવામાં આવી હતી આ કેન્સલેશનના કારણે મુસાફર જનતાને ઠેર ઠેર રઝળવાનો વારો આવ્યો હતો અને નાછુટકે ખાનગી બસ સંચાલકને ડબલ ભાડા આપવા પડયા હતા. આજે પણ ભુજ સહિત કચ્છના તાલુકા માથકોએ બસ સ્ટેશનમાં બસની રાહ જોઈને મુસાફરો બેઠેલા જોવા મળ્યા હતા તો ગ્રામિણ વિસ્તારના લોકો પણ હેરાન પરેશાન થયા હતા.એસટી નિગમના સૂત્રોમાંથી મળતી વાધુ વિગતો મુજબ વડાપ્રાધાનના બે દિવસના કાર્યક્રમ અનુસંધાને એસટીની ૨૪૦૦ જેટલી બસો રોકાઈ જતા એસટીને ૩૦ ટકા જેટલું કેન્સલેશન કરવું પડયું છે. ખાસ કરીને આ કેન્સલેશનની સૌથી વાધુ અસર ગ્રામ્ય રૃટો પર થઈ છે. બે દિવસ મોટાભાગના ગ્રામ્ય રૃટો કેન્સલ કરવામાં આવતા કચ્છની ગ્રામ્ય જનતા હેરાન-પરેશાન થઈ ગઈ છે અને આ કેન્સલેશનના કારણે ગ્રામ્ય પ્રજામાં રોષની લાગણી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ વિભાગમાંથી ૨૧૦ બસ અમરેલીમાંથી ૧૦૦ બસ ભાવનગર માંથી ૫૫ બસ ભુજ માંથી ૧૬૫ જામનગરમાંથી ૧૦૦ બસ, જૂનાગઢમાંથી ૧૨૫ ઉપરાંત વડોદરામાંથી ૮૫ ગોધરા વિભાગમાંથી ૧૨૫ હિંમતનગર વિભાગમાંથી ૧૮૫ નડિયાદમાંથી ૪૦૦ ઉત્તર ગુજરાતના મહેસાણા સહિતના અલગ અલગ વિભાગોમાંથી ૪૦૦ તેમજ સૌથી વાધુ ૨૫૦ એસ.ટી બસો પાલનપુર વિભાગની આ કાર્યક્રમ માટે દોડાવવામાં આવી હતી. વારંવાર સરકારી કાર્યક્રમો માટે એસટીની બસો રોકી લેવામાં આવે છે. જેના કારણે વારંવાર મુસાફર જનતાને હેરાનગતી ભોગવવાનો વારો આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.