તલોદ નગરમાં મહાવીર જયંતિની ધામધૂમથી ઉજવણી કરાશે - At This Time

તલોદ નગરમાં મહાવીર જયંતિની ધામધૂમથી ઉજવણી કરાશે


સાબરકાંઠા જિલ્લાની જૈન નગરી તરીકે ઓળખાતા તલોદ શહેરમાં મહાવીર જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માટે જૈન સોશિયલ ગ્રુપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહાવીર જયંતિ નિમિત્તે દેરાસરમાં વિશેષ પૂજા વિધિ પ્રભાતફેરી નગરમાં ભગવાનની વાજતે ગાજતે શોભાયાત્રા અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જૈન સંપ્રદાયના ૨૪માં તીર્થકર ભગવાન મહાવીરની ૨૧મી એપ્રિલ મહાવીર જયંતિ આવી રહી હોઈ પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મહાવીર જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માટે ચારે ફિરકાના બનેલા જૈન સોશિયલ ગ્રુપ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે જેના ભાગરૂપે મહાવીર જયંતીના દિવસે જૈન મંદિરો -દેરાસરમાં વિશેષ પૂજા વિધિ પ્રભાતફેરી ભગવાનની નગરમાં વાજતે ગાજતે શોભાયાત્રા સ્વામી વાત્સલ્ય, રાત્રિ પ્રોગ્રામમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું છે. મહાવીર જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માટે સમાજના જૈન સંઘના હોદ્દેદારો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.