માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી
માળીયા હાટીના તાલુકામાં નવરાત્રી મહોત્સવ અંતર્ગત પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ. બી.કે.ચાવડાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતીની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ગરબી મંડળના આયોજકો સહિત તમામ સમાજના અગ્રણીઓએ ભાગ લીધો હતો. નવરાત્રી દરમિયાન શહેરમાં કાયદો અને ટ્રાફિક, વાહન પાર્કિંગ વ્યવસ્થા જાળવી પોલીસ કામગીરીમાં ઉપયોગી થવા અપીલ કરી હતી.
આ ઉપરાંત શહેરમાં બેફામ વાહનો ચલાવતા વાહનચાલકો સામે પણ કડક પગલાં લેવા પગલાં લેવામાં આવશે
ગામ માં કોઈ અનિચ્છનીય બને તેની તકેદારી રાખવી જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક પોલીસ ને જાણ કરવી
હાલ હાર્ટ એટક ના બનાવ વધુ બનતા હોવાથી પોલીસ સ્ટાફ દ્વારા સીપીઆર નો ડેમો આપ્યો હતો
મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસાઓ શારીરિક, માનસિક, જાતીય તેમજ છેડતી, બિનજરૂરી કોલ/મેસેજ,મહિલાલક્ષી યોજનાની પ્રાથમિક જાણકારી,પારિવારિક સમસ્યાઓ માટે નિ:શુલ્ક કાઉન્સેલિંગ અને મદદ માટે કોલ ૧૮૧ મહિલા હેલ્પલાઇન કરવાનું જણાવ્યું
નવરાત્રી મહોત્સવ દરમ્યાન પોલીસ કામગીરીમાં સહભાગી થવા તમામ ગરબી મંડળના આયોજકો અને તમામ સમાજના અગ્રણીઓ પોલીસને ખાત્રી આપી હતી.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.