સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સંકલન સમીતિની બેઠક યોજાઇ - At This Time

સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સંકલન સમીતિની બેઠક યોજાઇ


*સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સંકલન સમીતિની બેઠક યોજાઇ*
*******************

સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી .

આ બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી ડૉ. તુષાર ચૌધરીએ પોશીના તાલુકાના કામો અંગે રજૂઆત કરી. બેઠકમાં નરેગા યોજના , વિવિધ કામો માટે ટેન્ડર પ્રક્રિયા, ગ્રામપંચાયતના કામો, પીવાના પાણીની સમસ્યા, ગટર વ્યવસ્થા અંગે ચર્ચા કરાઇ. ધારાસભ્ય શ્રીઓના પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેકટર શ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

જયારે સંકલનના બીજા તબક્કામાં સંકલનની બેઠકમાં અધિકારીઓને કડક સૂચન કરતા જણાવ્યું હતું કે, સંકલનના અધિકારીઓને બાકી પેન્શન કેસો બાબતે સમીક્ષા કરતા જણાવ્યું હતુ કે, પેન્શન કેસની ગાઇડલાઇન મુજબ નિયત સમયમાં પેન્શન મળે તેની ખાસ તકેદારી રાખવી તેમજ કર્મચારીઓના ખાનગી અહેવાલ પણ સમયમર્યાદામાં લખાય તેના પર ખાસ ભાર મુક્યો હતો. તેમણે સમયાંતરે તાબાની કચેરીઓનું નિરીક્ષણ કરવા અધિકારીઓને સૂચન કર્યુ હતુ.

કલેકટર શ્રીએ ભારત અને ગુજરાત સરકારની મહત્વની યોજનાઓમાં આપવામાં આવેલ લક્ષ્યાંક સિધ્ધ કરવા પર ભાર મુક્યો હતો. આ ઉપરાંત અધિક કલેકટર શ્રીએ ન્યૂઝ એનાલિસિસ પોર્ટલમાં આવતા જિલ્લાના નકારાત્મક સમાચારોનું ઝડપી ઉકેલ લાવવા સૂચન કર્યુ હતું તેમજ પી.એમ પોર્ટલ પર આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં અમૃત સરોવરની કામગીરી સુયોગ્ય રીતે પૂર્ણ થાય તે અંગે સૂચન કરાયા. જિલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજવા પણ ચર્ચા કરાઈ.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલકુમાર વાઘેલા, અધિક કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કલ્પેશ પાટીદાર, પ્રાંત અધિકારીશ્રી તેમજ અન્ય અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

**********************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.