દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય દ્વારા ગંગવા મુકામે આયોજિત NSS શિબિરમાં હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો. - At This Time

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય દ્વારા ગંગવા મુકામે આયોજિત NSS શિબિરમાં હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો.


દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલયમાં એનએસએસની પ્રવૃત્તિ ચાલે છે. આ પ્રવૃત્તિ અંતર્ગત દાંતા તાલુકાના ગંગવા મુકામે એનએસએસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરના છઠ્ઠા દિવસે આજરોજ દાંતા તાલુકાના હેલ્થ ઓફિસરશ્રી દ્વારા એનએસએસના બાળકો તથા ગંગવા પ્રાથમિક શાળાના બાળકોને ચેપી રોગો સામે પોતાનું આરોગ્ય કેવી રીતે જાળવવું તેની ખાસ સમજ આપવામાં આવી. ત્યારબાદ આરોગ્યની ટીમ દ્વારા વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની સમગ્ર ટીમે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો સાથે ભોજન પણ લીધું હતું. એનએસએસ ઓફિસરશ્રી જયેશભાઈ વી ચૌધરી, શ્રી આર આર અપારનાથી અને મહિલા એનએસએસ ઓફિસર શ્રીમતી રીટાબેન એસ પટેલ એ NSSના વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી ગંગવા ગામમાં એક અલગ ઓળખ ઊભી કરી દીધી છે.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.