સાબરકાંઠામાં ૧.૫૯ લાખ હેક્ટરમાં પાકનું વાવેતર ****************** જિલ્લામાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર *************** સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ તમામ તાલુકામાં મળી અંદાજે ૧.૫૯ લાખ હેક્ટર
સાબરકાંઠામાં ૧.૫૯ લાખ હેક્ટરમાં પાકનું વાવેતર
******************
જિલ્લામાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર
***************
સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ તમામ તાલુકામાં મળી અંદાજે ૧.૫૯ લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું ખેડુતોએ વાવેતર કર્યુ છે. જેમાં સૌથી વધુ વાવેતર મગફળી અને કપાસનુ થયુ છે. તેની સાથે શાકભાજી અને ઘાસચારાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, ઇડર, તલોદ, વડાલી, ખેડબ્રહ્મા,વિજયનગર અને પોશીના તાલુકામાં ચોમાસાના જુલાઇ માસમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં હરખ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ચાલુ વર્ષે ધરતીપુત્રોએ ખાસ કરીને કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ, તુવેર, અડદ, શાકભાજી અને લીલા ઘાસચારાનું વાવેતર કર્યુ છે. જિલ્લામાં પાક વાર થયેલ વાવેતરની વાત કરીએ તો સૌથી વધુ ૭૧,૬૧૫ હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે જયારે બીજા નંબરે ૪૭૯૯૦ હેકટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરાયું છે તાલુકાવાર વિગત જોઇએ તો હિંમતનગર તાલુકમાં ૪૦૭૨૪, ઇડરમાં ૩૯૭૨૯, ખેડબ્રહ્મામાં ૧૮૬૬૮,પોશીનામાં ૮૧૦૨,પ્રાંતિજમાં ૧૩૭૮૫ તલોદમાં ૧૬૧૧૦ વડાલીમાં ૧૨૫૩૫ અને વિજયનગર તાલુકામાં ૧૦૦૦૨ મળી કુલ ૧,૫૯,૬૫૫ હેકટરમાં વાવેતર કરાયું હોવાનું જિલ્લા ખેતીવાડી કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.
કયા પાકનું કેટલુ વાવેતર થયું
પાક હેકટર વિસ્તારમાં વાવેતર
મગફળી ૭૧૬૧૫
કપાસ ૪૭૯૯૦
મકાઇ ૮૩૬૩
સોયાબીન ૮૮૦૪
તુવેર ૩૩૬૧
અડદ ૨૬૮૩
શાકભાજી ૭૪૦૨
ઘાસચારો ૮૨૭૦
હિંમતનગર
આબીદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.