જસદણ શહેરને કરોડો રૂપિયાના વિકાસના કાર્યોની ભેટ આપતાં ડો. ભરત બોઘરા: પ્રમુખ અનિતાબેન
આજે જસદણ શહેર માટે ખુબ ખુશી નો દિવસ છે કારણ કે આવતીકાલે વિસ્તારના પૂર્વ ધારાસભ્ય,જેને વિસ્તારમાં નાનામાં નાના માણસોના આરોગ્યની ચિંતા કરી છે એવા તેમજ પ્રદેશ ના ઉપાધ્યક્ષ એવા ડો. ભરતભાઇ બોઘરા નો જન્મદિવસ છે ડોક્ટર સાહેબ ની ખાસ ભલામણ ને કારણે આજે જ જસદણ નગર સેવા સદનનું બિલ્ડીંગ ૨ કરોડ ૩૩ લાખ, વર્ષોથી જસદણ શહેરમાં પીવાના પાણીના પ્રશ્ન ને દૂર કરતો નલ સે જલ યોજના રાજ્ય સરકાર દ્વારા આજે જ ૭ કરોડ રૂપિયા ની મંજૂરી આપી દેવામાં આવી છે તેમજ જસદણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અંદાજે ૨ કરોડના સી.સી.રોડ ની તમામ પ્રકારની મંજૂરી આજે જ આપી દેવામાં આવી છે આમ કુલ મળીને ૧૧ કરોડની મંજૂરી ડો.બોઘરા સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે એક જ દિવસમાં મળી છે આવતીકાલે જ્યારે ડોક્ટર ભરતભાઈ બોઘરા ના જન્મ દિવસ ની ઉજવણી થવાની છે ત્યારે આગલા દિવસે જ એક જ દિવસે ભૂતકાળમાં ક્યારેય પણ જસદણમાં એક જ દિવસે આટલી મંજૂરી આપવામાં આવી. એવી મંજૂરી આજે તેમના પ્રયાસોથી મળી છે પરમ દિવસે એટલેકે તારીખ ૨૩/૬ ના દિવસે અખબારમાં જાહેર નિવિદા પ્રસિધ્ધ થઈ જશે. આ તકે ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર માનતા જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રુપારેલીયા આ તમામ કાર્યોમાં નગરપાલિકાના ઉપપ્રમુખ દિપભાઇ ગીડા, કારોબારી ચેરમેન શોભનાબેન જયંતીભાઈ ઢોલરીયા, પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, પૂર્વ ઉપપ્રમુખ રેખાબેન પંકજભાઈ ચાવ, પૂર્વ કારોબારી ચેરમેન ભાવેશભાઈ વઘાસીયા તેમજ બીજલભાઇ તેમજ ભાજપ તેમજ કોંગ્રેસના તમામ સદસ્યશ્રીઓ તેમજ શહેર થી લઈને પ્રદેશ સુધીના તમામ સંગઠનના હોદ્દેદારો નો ખૂબ ખૂબ સહકાર મળ્યો છે આ તકે તમામનો આભાર અનિતાબેન એ એક યાદીમા કર્યો છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.