રાજુલા પોલીસ સ્ટેશન ટીમ દ્રારા પેટ્રોલીંગ દરમ્યાન પોકેટકોપ મોબાઇલ તથા ઇ-ગુજકોપની મદદથી મોટર સાયકલની ચોરીઓ કરતા બે ઇસમોને ચોરી કરેલ બે મોટર સાયકલ સાથે પકડી પાડી મોટર સાયકલ ચોરીના રાજુલા પો.સ્ટે. તથા તળાજા પો.સ્ટે.ના ગુન્હાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ ટીમ - At This Time

રાજુલા પોલીસ સ્ટેશન ટીમ દ્રારા પેટ્રોલીંગ દરમ્યાન પોકેટકોપ મોબાઇલ તથા ઇ-ગુજકોપની મદદથી મોટર સાયકલની ચોરીઓ કરતા બે ઇસમોને ચોરી કરેલ બે મોટર સાયકલ સાથે પકડી પાડી મોટર સાયકલ ચોરીના રાજુલા પો.સ્ટે. તથા તળાજા પો.સ્ટે.ના ગુન્હાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ ટીમ


રાજુલા પોલીસ સ્ટેશન ટીમ દ્રારા પેટ્રોલીંગ દરમ્યાન પોકેટકોપ મોબાઇલ તથા ઇ-ગુજકોપની મદદથી મોટર સાયકલની ચોરીઓ કરતા બે ઇસમોને ચોરી કરેલ બે મોટર સાયકલ સાથે પકડી પાડી મોટર સાયકલ ચોરીના રાજુલા પો.સ્ટે. તથા તળાજા પો.સ્ટે.ના ગુન્હાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ ટીમ
મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, જે અન્વયે મ્હે. અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણ શોધાયેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબ દ્વારા રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમા મીલ્કત સંબંધી ગુન્હાઓ બનતા રોકવા માટે કડક વાહન ચેકીંગ તથા વિસ્તારમાં સતત પેટ્રોલીંગ રાખવા રાજુલા પોલીસ સ્ટાફને સુચના આપેલ હોય જે અનુસંધાને રાજુલા પોલીસ સ્ટાફના માણસો રાજુલા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બે શંકાસ્પદ મોટર સાયકલ (૧) હીરો કંપનીનુ HF DELUXE લાલ પટ્ટા વાળુ જેના RTO રજી.નંબર-GJ-04-DD-4085 તથા (૨) હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર લાલ તથા વાદળી પટ્ટા વાળુ જેના RTO રજી.નંબર-GJ-04-BD-3768 વાળા ચાલકોને રોકી બંન્ને ઇસમોની મોટર સાઇકલની માલીકીની ખરાઇ કરતા આર.સી. બુક રજુ કરેલ ન હોય જેથી શંકા જતા પ્રથમ પોકેટકોપ મોબાઇલમાં તથા બાદમાં ઇ-ગુજકોપમાં ખરાઇ કરતા સદર મોટર સાઇકલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા આધારે મજકૂર બંન્ને ઇસમોને તથા બંન્ને મો.સા.ને B.N.S.S. કલમ.૩૫(૧)(ઇ) તથા B.N.S.S.કલમ.૧૦૬ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
( પકડાયેલ આરોપીની વિગત -
(૧)જીતેષભાઇ ઉર્ફે હિતેષભાઇ કાંતીભાઇ વાઘેલા ઉ.વ.૨૦ ધંધો.મજુરી રહે.મુળ.સનાળી તા.વડીયા હાલ.ખાખરીયા,રેલવે સ્ટેશન પાસે તા.વડીયા જી.અમરેલી
(૨) રણજીતભાઇ કાંતીભાઇ વાઘેલા ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.મુળ.સનાળી તા.વડીયા હાલ.ખાખરીયા,રેલવે સ્ટેશન પાસે તા.વડીયા જી.અમરેલી
(ગુન્હાહિત ઇતિહાસ :-
આરોપી જીતેષભાઇ ઉર્ફે હિતેષભાઇ કાંતીભાઇ વાઘેલા.(૧)ધારી પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૩૦૦૧૧/૨૦૨૩IPC કલમ.૩૦૨.૩૦૭.૩૨૮.૩૬૫.૫૦૬(૨).૧૧૪
(કબ્જે કરેલ મુદામાલ:-
(૧) હીરો કંપનીનુ HF DELUXE લાલ પટ્ટા વાળુ મોટર સાઇકલ જેના RTO રજી.નંબર-GJ-04-DD-4085 તથા
ચેચીસ નં.MBLHAR051H5K05003 તથા એન્જીન નં.HA11EPH5K00159 કિ.રૂ.૨૦,૦૦૦/-
(૨) હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર લાલ તથા વાદળી પટ્ટા વાળુ મોટર સાઇકલ RTO રજી.નંબર-GJ-04-BD-3768 .
તથા ચેચીસ નં.MBLHA10EYB9C07081 તથા એન્જીન નં.HA10EFB9C16390 કિ.રૂ.૨૫,૦૦૦/-
(શોધાયેલા ગુન્હાઓ :-
(૦૧) રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.- ૧૧૧૯૩૦૫૦૨૪૦૦૦૮/૨૦૨૪ IPC કલમ ૩૭૯ મુજબ
(૦૨) તળાજા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૫૩૨૪૦૭૭૪/૨૦૨૪, B.N.S.કલમ.૩૦૩(૨) મુજબ
(૦૩) ખુંટવડા પો.સ્ટે ના ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૦૨૪૦૩૩૮/૨૦૨૪ B.N.S.કલમ.૩૦૩(૨) મુજબના ગુન્હામા આરોપી
જીતેષભાઇ ઉર્ફે હિતેષભાઇ કાંતીભાઇ વાઘેલા નાસતો ફરતો હતો
( આરોપીએ આપેલ ચોરીની કબુલાત :-
(૧) મજકૂર બંન્ને ઇસમોને પુછતા જણાવતા હોય કે,આજથી આશરે અગીયારેક મહિના પહેલા પોતે બંન્ને ભાઇઓએ પોતાના ગામ ખાખરીયાથી બસમાં રાજુલા મુકામે આવેલ હોય અને રાજુલા બસ સ્ટેશનના કંમ્પાઉન્ડમાં એક મો.સા હિરો કંપનીની પેશન પ્રો મોટરસાઇકલ જેના R.T.O.રજી.નં.GJ-14-AL-1368 નુ બંન્ને ભાઇઓએ સાથે મળી ચોરી કરેલાની કબુલાત આપેલ અને તે મોટર સાઇકલ ત્રણેક મહિના સુધી પોતાની પાસે રાખી અને બાદ રાજુલા મુકામે પરત આવેલ ત્યારે મો.સા.માં પેટ્રોલ ખુટી જતા છતડીયા રોડે મુકી જતા રહેલ હોવાની કબુલાત આપેલ હોય જે બાબતે રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૪૦૦૦૮/૨૦૨૪ IPC કલમ ૩૭૯ મુજબ રજી થયેલ છે.
(૨) મજકૂર બંન્ને ઇસમોને પુછતા જણાવતા હોય કે,ગઇ તા-૧૭/૧૨/૨૦૨૪ ના રોજ અમો તથા રામકુભાઇ કાજાભાઇ ઉર્ફે જસમતભાઇ વાઘેલા રે.સનાળી તા.વડીયા જી.અમરેલી તથા અક્ષયભાઇ ઉર્ફે ભાણો કાજાભાઇ ઉર્ફે જસમતભાઇ વાઘેલા રે.સનાળી તા.વડીયા જી.અમરેલી વાળાઓએ સાથે મળી સાંજના સાડા સાતેક વાગ્યે દિહોર તા-તળાજા ગામેથી હીરો કંપનીનુ HF DELUXE લાલ પટ્ટા વાળુ જેના RTO રજી.નંબર-GJ-04-DD-4085 નુ છે. તથા ચેચીસ નં.MBLHAR051H5K05003 તથા એન્જીન નં.HA11EPH5K00159 મોટર સાઇકલ ચોરી કરેલની કબુલાત આપેલ હોય જે બાબતે ખરાઇ કરતા તળાજા પોલીસ સ્ટેશનમાં FIR નં.૧૧૧૯૮૦૫૩૨૪૦૭૭૪/૨૦૨૪, B.N.S.કલમ.૩૦૩(૨) મુજબનો ગુન્હો નોધાયેલ છે.
(૩) મજકૂર બંન્ને ઇસમોને પુછતા જણાવતા હોય કે, ગઇ તા-૧૭/૧૨/૨૦૨૪ ના રોજ અમો રામકુભાઇ કાજાભાઇ ઉર્ફે જસમતભાઇ વાઘેલા રે.સનાળી તા.વડીયા જી.અમરેલી તથા અક્ષયભાઇ ઉર્ફે ભાણો કાજાભાઇ ઉર્ફે જસમતભાઇ વાઘેલા રે.સનાળી તા.વડીયા જી.અમરેલી વાળાઓએ સાથે મળી સાંજના પાંચેક વાગ્યે ટાણા તા.શીહોર ગામેથી હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર લાલ તથા વાદળી પટ્ટા વાળુ જેના RTO રજી.નંબર-GJ-04-BD-3768 તથા ચેચીસ નં.MBLHA10EYB9C07081 તથા એન્જીન નં.HA10EFB9C16390 મોટર સાઇકલ ચોરી કરેલની કબુલાત આપેલ છે.
(૪) મજકુર જીતેષભાઇ ઉર્ફે હિતેષભાઇ કાંતીભાઇ વાઘેલાની પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે આજથી વીસેક દિવસ પહેલા પોતે તથા રામકુભાઇ કાજાભાઇ ઉર્ફે જસમતભાઇ વાઘેલા રે.સનાળી તા.વડીયા જી.અમરેલી વાળાઓએ મહુવા બાજુના મોદાળીયા ગામની સીમમાંથી એક સીલ્વર પટ્ટા વાળુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના RTO રજી.નંબર-GJ-04-DE-5509 નુ મો.સા.ચોરી કરેલ હોવાનુ જણાવેલ જે ચોરીનુ મો.સા. આ રામકુભાઇ વાઘેલા લઇ ગયેલ હોવાની કબુલાત આપેલ હોય જે બાબતે ખુટવડા પો.સ્ટે.માં ખરાઇ કરતા ખુટવડા પો.સ્ટે.એ.પાર્ટ.ગુ.ર.નં-૧૧૧૯૮૦૩૦૨૪૦૩૩૮/૨૦૨૪ B.N.S.કલમ.૩૦૩(૨) મુજબનો ગુન્હો નોધાયેલ છે.
(૫) મજકૂર જીતેષભાઇ ઉર્ફે હિતેષભાઇ કાંતીભાઇ વાઘેલાની પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે પોતે તથા રામકુભાઇ કાજાભાઇ ઉર્ફે જસમતભાઇ વાઘેલા રે.સનાળી તા.વડીયા જી.અમરેલી વાળાઓએ આજથી આશરે પચીસેક દિવસ પહેલા ગડુ રેલવે સ્ટેશનથી એક કાળા કલરનુ હિરો કંપનીનુ મો.સા.ચોરી કરેલ હોવાનુ જણાવેલ જે ચોરીનુ મો.સા. આ રામકુભાઇ વાઘેલા લઇ ગયેલ હોવાની કબુલાત આપેલ.

( કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા હેડ કોન્સ. હરેશભાઇ નાનજીભાઇ બાંભણીયા તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ બારૈયા તથા પો.કોન્સ. રવિરાજભાઇ બાબુભાઇ વરૂ તથા પો.કોન્સ.ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા વાવેરાબીટના હેડ કોન્સ. પારસભાઇ વિઠ્ઠલભાઇ પંડ્યા તથા પો.કોન્સ. મયુરભાઇ રમણીકભાઇ કળસરીયા તથા પો.કોન્સ.લાલાભાઇ ભવાનભાઇ ખરગીયા તથા ટાઉનબીટના મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા પો.કોન્સ. પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.