વધુ બે કેસ : સોહમનગર અને લાલપરીનો બે – બે કિ.મી.નો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં કોલેરાના વધુ બે કેસ નોંધાતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. શહેરના સોહમનગર (મોરબી રોડ) તેમજ લાલપરી (ગ્રીનલેન્ડ ચોકડી પાસે) વિસ્તારમાં એક એક કેસ નોંધાતા આ બન્ને વિસ્તારોના બે બે કિલોમીટરના એરીયાને જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ કોલેરાગ્રસ્ત જાહેર કરી તા.9 નવેમ્બર સુધી પ્રતિબંધાત્મક હુકમ ફરમાવી દીધેલ છે.
શહેરમાં અગાઉ કોલેરાના છ કેસ નોંધાયા હતા જે બાદ હવે સોહમનગર (રેલ્વે ક્રોસીંગ)ની બાજુમાં) તેમજ લાલપરી (ગ્રીનલેન્ડ ચોકડી પાસે)ના વિસ્તારમાં કોલેરાનો એક એક મળી આવતા તેના બે બે કિલોમીટરના વિસ્તારના કોલેરા ભયગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરી કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીની નિયુકિત કરી દેવામાં આવી છે.
લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય અને રોગચાળાની અટકાયતી માટે આ સોહમનગર અને લાલપરીના બે બે કિલોમીટરના વિસ્તારમાં શેરડીના રસના ચીચોડા, ફળોટા ટુકડા કરી તેનું વેચાણ કરવું તેમજ બરફ અને બરફમાંથી બનતી ખાદ્ય ચીજોના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ છે.,
તેમજ ફરબના કારખાનેદારોએ બરફ બનાવવા માટે પીવાલાયક પાણી જ વાપરવાનું રહેશે, ખાદ્ય પદાર્થ બનાવવા, કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં. પાણી મેળવવા માટે નળ કનેકશનના સ્થળે ખાડા ખોદી પાણી મેળવવામાં પાણી દુર્ષિત થવાની શકયતા રહેલ હોય ખાડા ખોદી પાણી ન મેળવવા તમામ મકાનોમાં ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીની સાફ સફાઈ કરવી લેવા તેમજ પીવાના પાણીનો કલોરીનેશન બાદ જ ઉપયોગ કરવા જણાવાયું છે.
આ ઉપરાંત ખાદ્ય પદાર્થના ધંધાર્થી અને વેપારીઓને ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજૂર સહિતના ખાદ્ય પદાર્થો ખુલ્લા ન રાખવા તેમજ ખાણીપીણીના સ્થળો, હોટલ-રેસ્ટોરન્ટ, મીઠાઈ ફરસાણની દુકાનો ભોજનાલયોમાં સ્વચ્છતા જાળવવા તથા વાસી ખોરાક ઉપયોગમાં ન લેવા તાકીદ કરાયેલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.