મહીસાગર તીર્થધામ દેગમડા ખાતે ઐતિહાસિક સમરસ કાવડયાત્રા દ્વારા લવાયેલા ગંગાજળથી એકલિંગજી મહાદેવેને સામૂહિક જલાભિષેક કરાયા
શ્રાવણ માસના પવિત્ર અમાસના દિવસે અખિલ ભારતીય સંત સમિતી અને હિન્દુ ધર્મ સેના દ્વારા હરિદ્વારથી પધારેલી મહીસાગર જિલ્લાની ઐતિહાસિક સમરસ કાવડ્યાત્રા લુણાવાડા ખાતે ચારકોશિયા નાકાથી નીકળી ખાનપુર તાલુકાનાં મહીસાગર તીર્થધામ દેગમડા ખાતે પંહોચી હતી. આ યાત્રામાં કાવડયાત્રીઓએ લાવેલ કુંભમાં ગંગાજીની વધામણી કરવામાં આવી ગંગાજીનું પૂજન અર્ચન આરતી કરવામાં આવી આપની વિદ્યારની વિશેષતા, ઘટના જન સમસ્યા તેમજ જાડ્રેરાત માટે હતી. કાવડયાશામા જોડાયલ શ્રદ્ધાળુઓએ ગંગાજળનો સમરસ સામૂહિક જલાભિષેક લુણાવાડામાં લુણેશ્વર મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, અખાડા મહાદેવ મંદિર સહિત શિવાલયોમાં કર્યાં ત્યારબાદ કાવડયાત્રા મહીસાગર તીર્થધામ ખાતે પંહોચી અને ત્યાં બિરાજમાન એકલિંગજી મહાદેવ ને હરહર મહાદેવ,જય એકલિંગજી,જય મહીસાગરમાં ના નાદ સાથે જળાભિષેક કરાયો હતો. જલાભિષેકનો સંત સમિતિના અને ધર્મસેનાના અગ્રણી સહિત મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.