ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ ઉજવાશે. - At This Time

ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ ઉજવાશે.


ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ ઉજવાશે.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ "દાદાને વ્હાલી દીકરી" અંતર્ગત ભવ્ય આયોજન, જેમાં 11 દીકરીઓના સમૂહ લગ્ન તેમજ સનાતન ધર્મની રક્ષા વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ તેમજ આઈ માતા આરાધના લોક સાહિત્ય, તેમજ મહા રક્તદાન કેમ્પ, 1008 દીવડાની આરતી સહિત અનેકવિધ કાર્યક્રમો તો 11 દીકરીઓના વાલીઓને સોના ચાંદીની ઘરેણાથી લઈ ઈલેક્ટ્રોનિક ફર્નિચર સહિત ઘર વખરીની કુલ 255 વસ્તુઓનો કરિયાવર આજે સોંપાયો, તો કાર્યક્રમમાં 50 હજારથી પણ વધુ ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડશે તેવું ભવ્યાતિભવ્ય આયોજન કાર્યક્રમને લઈ ભુવાજીએ પ્રતિક્રિયા સાથે ભાવિકોને પાઠવ્યું નિમંત્રણ.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારમાં આવેલ પચ્છમ ગામ ખાતે આવેલું છે સુપ્રસિધ્ધ દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે કે જ્યાં મંદિરના દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય પંચામૃત મહોત્સવ કાર્યક્રમ "દાદાને વ્હાલી દીકરી" નું કરાયું છે આયોજન જે અંતર્ગત આજરોજ તારીખ 11 એપ્રિલ 2024 ને ગુરુવારના રોજ પંચામૃત મહોત્સવ કાર્યક્રમનો વિશેષ ભાગ એવા 11 સનાતન સમાજની દીકરીઓ માટે સમૂહલગ્ન માટેના કરિયાવરની સોંપણી સાથે કાર્યક્રમની મહોત્સવની શરૂઆત કરાઈ હતી સમૂહલગ્નના તમામ 11 કન્યા પક્ષ અને વર પક્ષના વાલીઓની વિશેષ ઉપસ્થિતિમાં દાદા બાપુ ધામ પચ્છમ ભાલ ના મહંત ભૂવાજી વિજયસિંહ બાપુએ સોના ચાંદીના દાગીનાથી લઈ ઈલેક્ટ્રોનિક, ફર્નિચર અને જીવન જરૂરિયાતની તમામ ઘરવખરીની કુલ 255 જેટલી વસ્તુઓનો કરિયાવર સોંપ્યો હતો તો આ પ્રસંગે સૌને આગામી તારીખ 22 એપ્રિલ 2024 ને સોમવારના રોજ યોજાનારા ભવ્યાતિભવ્ય પંચામૃત મહોત્સવમાં જોડાવા નિમંત્રણ પાઠવ્યું હતું.

આજરોજ કરિયાવર વિતરણથી શરૂ થયેલા પંચામૃત મહોત્સવમાં હવે આગામી 22 એપ્રિલ 2024 ના રોજ યોજાનારા મુખ્ય પંચામૃત મહોત્સવમાં સવારે 9 વાગ્યાથી 4-30 વાગ્યા સુધી સનાતન ધર્મની રક્ષા કાજે વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ યોજાશે તેમજ સવારે 10 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે તેમજ સાંજના 7-30 કલાકે 11 સનાતન સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું હસ્ત મેળાપ અને 9-30 વાગ્યે કન્યા વિદાય યોજાશે તો દ્વિતિય પાટોત્સવ નિમિત્તે સાંજે 6 વાગ્યે 1008 દીવડાની દાદા બાપુની મહાઆરતી યોજાશે તેમજ રાત્રીના 8-30 કલાકે આઈ આરાધના કાર્યક્રમ અંતર્ગત રાજભા ગઢવી, ઉમેશ બારોટ, પ્રિયંકા ખેર જેવા અનેક નામી અનામી સાહિત્યકારો દ્વારા આઈ આરાધના કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં ધામે ધામના મોટી સંખ્યામાં સંતો મહંતો આઈ માતાઓ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે તો સમગ્ર કાર્યક્રમ અંગે દાદાબાપુ ધામ પચ્છમ ભાલ ના વગડે ના મહંત ભૂવાજી વિજયસિંહ સોલંકી અને સ્વયંસેવક પ્રવીણસિંહ ગોહિલ એ પ્રતિક્રિયા આપતા 50 હજારથી પણ વધુ લોકો જોડાશે તેવું આયોજન કરાયું હોવા અંગેની માહિતી આપતા સૌ ભાવિકોને 22 એપ્રિલના પંચામૃત મહોત્સવમાં જોડાવા અંગે નિમંત્રણ પાઠવ્યું હતું.

રીપોર્ટર. : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.