ઇક્કો ગાડી ભાડા પટ્ટા પર લઈ જઈ નાશી જનાર વાહન ચાલક તથા ઇક્કો ગાડીને પકડી પાડતી પાળીયાદ પોલીસ તથા બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમ - At This Time

ઇક્કો ગાડી ભાડા પટ્ટા પર લઈ જઈ નાશી જનાર વાહન ચાલક તથા ઇક્કો ગાડીને પકડી પાડતી પાળીયાદ પોલીસ તથા બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમ


ઇક્કો ગાડી ભાડા પટ્ટા પર લઈ જઈ નાશી જનાર વાહન ચાલક તથા ઇક્કો ગાડીને પકડી પાડતી પાળીયાદ પોલીસ તથા બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમ

ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશન માં તા.૨૫/૦૪/૨૩ ના રોજ સવારે ૦૯/૧૧ વાગ્યે અરજી દાખલ થયેલ હોય, જે ઈકકો ગાડી રજી નં. GJ-04-CR-3570 તા.૧૯/૦૪/૨૦૨૩ ના રોજ બે દિવસના ભાડા પટ્ટા પર આપેલ હોય પરંતુ તે ઈકકો ગાડી પરત ના આવતા બોરતળાવ પોલીસ સ્ટેશન ભાવનગર અરજી કરેલ હોય, જેની જાણ બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ કંટ્રોલ (નેત્રમ) ખાતે થતા VISWAS પ્રોજેક્ટ અંતર્ગત બોટાદ શહેરમાં લાગેલ CCTV કેમેરાના ITMS સોફ્ટવેરમાં એલર્ટ નાખી વોચમાં રહેતા સદર ઈકકો ગાડી નું તા.૧૫/૦૫/૨૩ ના રોજ એલર્ટ આવતા સદર ઇક્કો ગાડી ત્રિકોણી ખોડીયાર થી પાળીયાદ તરફ જતા દેખાઈ આવતા તાત્કાલિક પાળીયાદ પો.સ્ટે. ટેલીફોનીક વર્ધી આપી નાકાબંદી કરાવી ઈકકો ગાડી બાબરકોટ ચોકડી ખાતેથી પકડી પાળીયાદ પો.સ્ટે. ખાતે લઈ ગયેલ, ત્યારબાદ આગળની કાર્યવાહી માટે ભાવનગર બોરતળાવ પો.સ્ટે. ખાતે સોંપી દીધેલ

રિપોર્ટ:અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.