તંત્રના પાપે દહેગામ સેવા સદન ખાતે પોતાના બાળકોના ઈ કેવાઇસી માટે ધક્કા ખાતા અરજદારો
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા હમણાં જ શાળામાં ભણતા બાળકોના રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરવાનો નિર્ણય લેવામાં આવતા દહેગામ મામલતદાર સેવા સદન ખાતે શહેર તથા ગામડાઓના વિધાર્થીઓ તથા વાલીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે જેમા બે ત્રણ દિવસથી વાલીઓ પોતાના બાળકો સાથે સવાર થી લઈને સાંજ સુધી સેવા સદનના ચક્કર લગાવે છે છતાં અરજદારનો નંબર નથી આવતો અને જો નંબર આવે તો સર્વર બંધ થઇ જાય આ હેરાનગતિ થી કંટારી આજે દહેગામ સેવા સદન ખાતે ઈ કેવાયસી માટે ઉભેલા અરજદારોએ દહેગામ મામલતદાર ને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. આ ધરમ ધક્કા ખાઈ વિધાર્થી પણ સેવા સદન ખાતે રડી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે શું સરકાર વિધાર્થીઓને શિષ્યવૃતિ આપવા માટે આ પ્રમાણે ધક્કા ખવડાવશે કે ભણાવશે તે જોવાનું રહ્યું.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.