પોલીસ સ્ટેશન વિસ્તાર મા થયેલ અલગ અલગ બે અનડીટેક્ટ ચોરીઓનો ભેદ ઉકેલી છેલ્લા ત્રણ વર્ષથી દીલ્હીના નાગ્લોઇ પો.સ્ટે.ના લુંટના ગુન્હામા નાસતા ફરતા આરોપીને બે મોબાઇલ ફોન તથા રોકડ રૂપીયા સહીત કુલ કી.રૂ .૨૫,૦૦૦ / – ના ચોરી લગત મુદ્દામાલ સાથે પકડી પાડતી શીહોર પોલીસ ટીમ
ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબે રેન્જ ના જીલ્લાઓમા મિલ્કત સંબંધીત ગુન્હાઓમા સંડોવાયેલ આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે ડો.રવિન્દ્ર પટેલ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી ભાવનગરનાઓ મિલ્કત સંબંધીત અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સઘન પેટ્રોલીંગ રાખી આરોપીઓ શોધી કાઢવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જેથી ના.પો.અધિ.શ્રી આર.ડી.જાડેજા સાહેબ પાલીતાણા વિભાગ નાઓની રાહબરી હેઠળ શિહોર પોલીસ સ્ટેશન ટીમ પો.ઇન્સ શ્રી કે.ડી.ગોહીલ સાહેબે મિલ્કત વિરૂધ્ધ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા ટીમ બનાવી સધન પેટ્રોલીંગ રાખવા સુચના આપેલ હોય શીહોર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો શિહોર ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે શિહોર મેઇનબજારમા એક ઇસમ શંકાસ્પદ રીતે બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન વેચવા નિકળેલ છે તેવી ચોકકસ હકીકત મળતા તુરંત જ મેઇનબજારમાં જઇ મજકુર ઇસમ અમીતભાઇ દીપુભાઇ ચુડાસમા જાતેદે.પુ ઉ.વ .૨૫ ધંધો.મજુરી રહે.કરકોલીયા રોડ કેશવનગર સાંઇબાબાના મંદીર સામે દે.પુવાસ રખાદાદાના ટેકરા સામે શિહોર જી.ભાવનગર વાળાને પકડી તેની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સા માંથી બે વીવો કંપનીના મોબાઇલ ફોન તથા રોકડ રૂ .૫૦૦૦ / - મળી આવેલ જેથી મજકુર પાસે બન્ને મોબાઇલના બીલ કે આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતા મજકુર પાસે કોઇ આધાર પુરાવો ન હોય જેથી મજકુર ઇસમના કબ્જા માંથી ( ૧ ) VIVO કંપનીનો v17 Pro કી.રૂ .૧૦,૦૦૦ / - તેમજ ( ૨ ) vivo કંપનીનો બ્લુ રંગનો 51 Pro કી.રૂ .૧૦,૦૦૦ / - તેમજ ( ૩ ) રૂ .૫૦૦ / - ના દરની નોટો નંગ .૧૦ રૂ .૫૦૦૦ / - મળી કુલ કી.રૂ .૨૫,૦૦૦ / - નો મુદ્દામાલ સી.આર.પી.સી કલમ -૧૦૨ મુજબ કબ્જે કરેલ બાદ મજકુર ઇસમને સદરહુ મોબાઇલ બાબતે પુછતા સદરહુ બન્ને મોબાઇલ ફોન એકાદ અઠવાડીયા પહેલા લીલાપીર વિસ્તાર માંથી ચોરી કરેલા જણાવેલ હોય અને રોકડ રૂ .૫૦૦૦ / - જે બે દીવસ પહેલા તેનો મિત્ર ખેખરૂ દે.પુ રહે . બગસરા રેલ્વે સ્ટેશન પાસે જી.અમરેલી વાળો આ પૈસા પોતાના ઘરે આવી આપી ગયેલ હોય જે રોકડ રૂપીયા આઠેક મહીના પહેલા પીપળીયા ગામે રાત્રીના સમયે ચોરી કરેલ તેના ભાગના હોવાનુ મજકુર ઇસમે જણાવેલ તેમજ મજકુર ઇસમની વધુમા પુછપરછ કરતા પોતે ત્રણેક વર્ષ પહેલા દીલ્હી નાગ્લોઇ વિસ્તારમા રહેતો રહેતો જયા મોબાઇલની લુંટ કરેલ હોય જે ગુન્હો નાગ્લોઇ પોલસ સ્ટેશનમા નોંધાયેલ હોય જે ગુન્હામા તેને પકડવાનો બાકી હોવાનુ જણાવેલ હોય જેથી મજકુર ઇસમને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ ઉપરોકત બન્ને ચોરી તથા લુંટ ના ગુન્હા બાબતે ખરાઇ કરતા નીચે મુજબના ગુન્હાઓ રજી.થયેલ છે . રજી.થયેલ ગુન્હાઓ : ( ૧ ) શિહોર પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૧૯૮૦૪૭૨૨૦૦૦૫ / ૨૦૨૨ IPC કલમ -૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ ( ૨ ) શિહોર પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૧૯૮૦૪૭૨૨૦૭૧૧ / ૨૦૨૨ IPC કલમ -૩૭૯ મુજબ ( ૩ ) નાગ્લોઇ પો.સ્ટે . દીલ્હી ગુ.ર.નં .૧૧૯ / ૨૦૧૯ IPC કલમ -૩૯૪ વિ.મુજબ પકડાયેલ આરોપી : અમીતભાઇ દીપુભાઇ ચુડાસમા જાતે.દે.પુ ઉ.વ .૨૫ ધંધો.મજુરી રહે.કરકોલીયા રોડ કેશવનગર સાંઇબાબાના મંદીર સામે દે.પુવાસ રખાદાદાના ટેકરા સામે શિહોર જી.ભાવનગર પકડવાનો બાકી આરોપી : ખેખરૂ દે.પુ રહે . બગસરા રેલ્વે સ્ટેશન પાસે જી.અમરેલી કબ્જે કરેલ મુદ્દામાલ : ” ( ૧ ) VIVO કંપનીનો V17 Pro IMEI નંબર ૮૬૩૨૬૪૦૪૫૩૩૬૦૧૧ તથા ૮૬૩૨૬૪૦૪૫૩૩૬૦૦૩ કી.રૂ .૧૦,૦૦૦ / ( ૨ ) VIVO કંપનીનો S1 Pro IMEI નંબર ૮૬૧૯૯૪૦૪૦૨૫૬૧૧૯ તથા ૮૬૧૯૯૪૦૪૦૨૫૬૧૦૧ કી.રૂ .૧૦, ૦૦૦ / ( ૩ ) રૂ .૫૦૦ / - ના દરની નોટ નંગ -૧૦ કી.રૂ .૫૦૦૦ / - મળી કુલ કી.રૂ .૨૫,૦૦૦ / → આ કામગીરીમા શિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી કે.ડી.ગોહીલ સાહેબ તથા હેડ કોન્સ આઇ.બી.ઝાલા તથા પો.કોન્સ ભયપાલસિંહ સરવૈયા તથા પો.કોન્સ ઇમરાનભાઇ ગોગદા તથા પો.કોન્સ જગદીશભાઇ ડાંગર તથા પો.કોન્સ પો.કો.વિરેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ હેમરાજસિંહ ચૌહાણ તથા પો.કોન્સ કીરીટભાઇ સોરઠીયા તથા પો. કોન્સ કેવલભાઇ ચૌહાણ વગેરે જોડાયા હતા . રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.