ACનું ટેમ્પરેચર 28 રાખવું, વધારે ઠંડકમાંથી બહાર નીકળતાં સાથે જ લાગી શકે હીટસ્ટ્રોક
અચાનક તાપમાનમાં ફરક આવે તો તબિયત બગડી શકે છે તેથી એસીનો ઉપયોગ યોગ્ય રીતે કરવો : આરોગ્ય અધિકારી
રાજકોટમાં છેલ્લા સાત દિવસ લોકોને ગરમીથી રાહત રહી પણ મચ્છરજન્ય રોગ વધ્યા, હવે હીટવેવથી ફરી લૂનો આતંક વધશે
રાજકોટ શહેરમાં ગત સપ્તાહે ગરમીમાં રાહત રહી હતી પણ સોમવારથી ફરી પારો 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચ્યો છે અને ફરીથી હીટવેવનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે. 8 દિવસ પહેલાં જે હીટવેવ આવી હતી તેને કારણે માત્ર 48 કલાકમાં જ 44 લોકોને દાખલ કરવા પડ્યા હતા. ત્યારબાદ ગરમીમાં ખાસ્સો ઘટાડો થતા રાહત અનુભવાઈ હતી પણ આ દરમિયાન મચ્છરજન્ય રોગ વધ્યા હતા. હવે ફરી ગરમી વધી રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણીએ ખાસ જણાવ્યું છે કે, સૌથી વધુ હીટસ્ટ્રોકની શક્યતા સતત તડકે રહેતા લોકો ઉપરાંત એસીમાં વધારે કૂલિંગમાં રહેતા લોકોને પણ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.