ગાંધીનગરમાં કોરોનાના 16 નવા કેસ વધુ 16ને ડિસ્ચાર્જ કરાયા
તહેવારોમાં ટેસ્ટીંગ ઘટવાની સાથે કેસમાં ઘટાડોકુડાસણ અને સરગાસણમાંથી સ્વાઇનફ્લૂના બે દર્દી મળી આવ્યા ઃ બન્ને હોસ્પિટલમાં દાખલગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના કેસના આંકડા જોઇને
સંક્રમણ ઘટયું હોય તેમ જરૃર લાગે છે પરંતુ ડોક્ટરોનું માનીયે તો હાલ તહેવારોની
સ્થિતિમાં દર્દીઓ ટેસ્ટ કરાવતા નથી જેના કારણે કેસની સંખ્યા વધતી નથી.શહેર અને
જિલ્લામાં ગુરુવારે ૨૪ કલાકમાં ૧૬ નવા દર્દી મળી આવ્યા છે. જ્યારે સ્વાઇનફ્લૂના પણ
બે દર્દીઓ કોર્પોરેશન વિસ્તારમાંથી બહાર આવ્યા છે.ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાંથી ગુરુવારે ૨૪ કલાક દરમ્યાન
નવા નવ કેસ ચોપડે ચઢ્યા છે. સરગાસણમાં રહેતા ૬૨ વર્ષિય વૃધ્ધ દર્દીને હોસ્પિટલમાં
દાખલ કરાયા છે. જ્યારે સેક્ટર-૨૭ના આધેડ,
વાવોલના યુવાન, રાયસણના
યુવાન, પેથાપુરના
આધેડ, રાંદેસણ, આઇઆઇટીના યુવાન
તથા ઇન્ફોસિટીના આધેડ તથા સે-૨૯ના વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બીજીબાજુ
જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાંથી દહેગામમાંથી ચાર કેસ સામે આવ્યા છે. દેવકરણના મુવાડા, વાસણાની મુવાડી, ઇસનપુર ડોડીયા
તથા લવાડમાંથી એક-એક કેસ પ્રકાશમાં આવ્યા છે. ગાંધીનગર તાલુકાના જમીયતપુરાના ૨૫
વર્ષિય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ચે. જ્યારે કલોલ તાલુકાની હાજીપુરનો કિશોર
તથા મોટીભોયણનો ૩૪ વર્ષિય યુવાન સંક્રમિત થયો છે.
આ ઉપરાંત ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ કુડાસણમાં રહેતા
પરિવારની ૫૪ વર્ષિય મહિલા તથા સરગાસણના ૬૨ વર્ષિય પુરુષનો સ્વાઇનફ્લૂનો રિપોર્ટ
પોઝિટિવ આવ્યો છે. આ બન્ને દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સઘન સારવાર આપવામાં
આવી રહી છ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.