પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમરેલીના નાના આંકડીયાના લાભાર્થીના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું - At This Time

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમરેલીના નાના આંકડીયાના લાભાર્થીના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું


પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમરેલીના નાના આંકડીયાના લાભાર્થીના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું

સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ આગામી તા.૧૦ મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેના અંતર્ગત અમરેલી જિલ્લાના નાના આંકડીયાના કાલાવાડીયા પરિવારને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. નાના આંકડીયાના રહેવાસી શ્રી અજયભાઈ કાલાવાડીયાના પરિવારમાં પાંચ સભ્યો છે. પાંચ સભ્યોના પરિવારને વારસામાં મળેલી જગ્યામાં કાચું મકાન હતું. જોકે, સરકારની યોજનાનો લાભ મળતા તેમણે ૦૨ રૂમ રસોડાનું પાકુ મકાન બનાવ્યું છે. આગામી સમયમાં આ પરિવાર પોતાના પાકા મકાનમાં ગૃહપ્રવેશ કરવા જઈ રહ્યો છે.

આ અંગે ખુશી વ્યક્ત કરતા લાભાર્થીના પિતાશ્રી રમેશભાઈ કાલાવાડીયાએ જણાવ્યું કે, અમે અગાઉ નળીયાવાળા કાચા મકાનમાં રહેતા હતા. હું ગ્રામ પંચાયમાં હંગામી ધોરણે સેવક તરીકે કાર્ય કરું છું, દરમિયાન મને આ યોજનાની માહિતી મળતા મેં અરજી કરી હતી. આ અરજી મંજૂર થતા અમને રૂ. ૧.૨૦ લાખની સહાયતા મળી છે. આ મકાનનું કાર્ય પૂર્ણતાના આરે છે અને અમે પરિવાર સાથે પોતાના મકાનમાં ગૃહ પ્રવેશ કરીશું.

ઘરનું પાકુ મકાન બનતા પરિવારના જીવનમાં અનેક પરિવર્તનો આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી રમેશભાઈ કાલાવાડીયાએ ઉમેર્યુ કે, મારો પુત્ર ખાનગી કંપનીમાં તાજેતરમાં જ નોકરી અર્થે બહાર ગયો છે. આ મકાન નિર્માણમાં આર્થિક અનુદાન સરકાર તરફથી મળતા આવકનો હિસ્સો પૌત્રના શિક્ષણમાં વાપરવામાં સરળતા મળશે. પાકા મકાનમાં અન્ય સુવિધાઓ પણ મળવાથી પરિવારનું જીવનધોરણ ઉચું આવશે. સરકારનો ખુબ ખુભ આભાર

ઉલ્લેખનીય છે કે આગામી ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ યોજનારા કાર્યક્રમમાં અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારનો લોકાર્પણ સમારોહ ખેડૂત તાલીમ ભવન, અમરેલી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં આ વિસ્તારના ૨૭૮ લાભાર્થીઓને સરકારની યોજનાઓ થકી પોતાના આવાસ મળશે. આમ પ્રધાનમંત્રી આવાસ યોજના છેવાડાના માનવીના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારી યોજના બની છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.