અરવલ્લી ની કેશાપુર - માલવણ ની શાળા ના બાળકો સાથે પ્રોફેસર મનોજભાઈ દ્વારા, ગવર્મેન્ટ કોજેંટ એકમ અંતર્ગત ગોવંશ અને પર્યાવરણ પર વ્યાખ્યાનો કર્યાં. - At This Time

અરવલ્લી ની કેશાપુર – માલવણ ની શાળા ના બાળકો સાથે પ્રોફેસર મનોજભાઈ દ્વારા, ગવર્મેન્ટ કોજેંટ એકમ અંતર્ગત ગોવંશ અને પર્યાવરણ પર વ્યાખ્યાનો કર્યાં.


શ્રી એમ. એલ. ગાંધી સંચાલિત સર પી. ટી . સાયન્સ કૉલેજ, મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના અધ્યાપક ડૉ. મનોજભાઈ પ્રતાપભાઇ ગોંગીવાલા એ માલવણ- કેશાપૂર ની શાળા ના બાળકો સાથે " પંચ પ્રકલ્પ- કોજન્ટ" ના ઉપક્રમે * ગોવંશ અને પર્યાવરણ * પર વ્યાખ્યાન આપી પ્રશ્નોત્તરી કરી, તથા સ્માર્ટ વ્યુબોર્ડ પર બાળવાર્તાઓ અને રામાયણ શ્રવણ પ્રસંગો બતાવાયા. શાળા ના બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લઈને જવાબો આપ્યા. મનોજભાઈએ જરૂરી સૂચનો કર્યા. ભૂલકાઓને તેમનાં દ્વારા 450 થી વધુ પેકેટ્સ ગ્લુકો બિસ્કિટસ્ - પાર્લે જી નું વિતરણ કરવામાં આવ્યું.
શાળા પરિવારના આચાર્ય શ્રી એ તથા સ્ટાફ પરિવારે આભાર વ્યક્ત કર્યો.માં અંબે નું પર્વ ચૈત્રી નવરાત્રિ ૨૦૨૩ થી શરૂ થયેલ આ સમર્પણ સેવા અત્યાર સુધી વિવિધ સંસ્થાઓ માં 350 થી વધુ ચર્ચા સભા યોજી ને 20લાખ થી પણ વધુ ગ્લુકો બિસ્કિટસ્ નું સમર્પણ સેવા કરી છે. સર્વે સંસ્થા ઓ, મિત્રો નો ડૉ. મનોજભાઈ આભાર વ્યક્ત કરે છે.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.