શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’નો સંદેશ આપતું ચિત્ર તૈયાર કર્યું
શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’નો સંદેશ આપતું ચિત્ર તૈયાર કર્યું
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત તૈયારીઓમાં વ્યસ્ત થયું વહીવટી તંત્ર
બોટાદમાં 26મી જાન્યુઆરી,પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત કલેક્ટરબી.એ.શાહના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં વ્યસ્ત થયું છે. ત્યારે શહેરની દીવાલોને વિવિધ સંદેશાઓ આપતા રંગબેરંગી ચિત્રો વડે સુશોભિત કરવામાં આવી રહી છે. બોટાદની એલ.જી.હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’નો સંદેશ આપતું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને બોટાદવાસીઓમાં અનેરો ઉત્સાહ છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.