બગીચાઓની સારી રીતે જાળવણી કરી ના શકો તો પ્રજાના રૂપિયા શા માટે વેડફો છો?!
પોરબંદર નગરપાલિકાના તંત્ર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાગ બગીચા બનાવવા માટે વધુ ભાર મૂકવામાં આવ્યો હતો અને પ્રજાના કરવેરાના પૈસામાંથી લાખો રૂપિયાના ખર્ચે અનેક જગ્યાએ બગીચા બનાવાયા હતા. પરંતુ આ બાગ બગીચાઓની જાળવણી અને જતન કરવામાં આવતા નથી તો કયાંક ગટર ઉપર બનાવાયેલા બગીચાઓને તોડી નાખવા પડયા છે. ચોપાટી પર હજૂર પેલેસના આગળના ભાગે બનાવવામાં આવેલ શિવાજીબાગમાં પણ લોકોના રૂપિયા વેડફાયા છે. બાળકોના મનોરંજન માટેના સાધનોથી માંડીને દરવાજો અને દિવાલ તૂટીફૂટી ગયા છે અને વાવવામાં આવેલ વૃક્ષો અને લોન પણ સુકાઈ ગયા છે. તંત્ર જો બાગબગીચાઓની જાળવણી કરી શકતું ના હોય તો શા માટે પ્રજાના રૂપિયા વેડફે છે? તેવો સવાલ આ ૨ તસ્વીર જોઇને ઉઠવા પામ્યો છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
