વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આચાર સંહિતાને બિનઅનુરૂપ જાહેરખબર જીંગલ્સ, ઈન્સન્શન્સ, બાઈટ્સ ઇલેકટ્રોનિક મીડિયા પર પ્રસારિત કરવા પર પ્રતિબંધ
ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર ટેલીકાસ્ટ માટે પ્રમાણપત્ર મેળવ્યા વિના જાહેરાત, જીંગલ્સ, ઈન્સર્શન્સનું પ્રસારણ થઇ શકશે નહીં
આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામા આવી છે. તેના સુચારૂ પાલન માટે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી આચાર સંહિતાને બિનઅનુરૂપ જાહેરખબર જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટ્સ ઇલેકટ્રોનિક મીડિયા પર પ્રસારિત કરવા પર પ્રતિબંધ મુક્યો છે.
ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલા રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. બીજી કોઇ વ્યકિત અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. ઇલેકટ્રોનીક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણીત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે. આવી જાહેરાત, જીગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસ વગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકશ્રી, માહિતી ખાતુ, બોટાદને કરવાની રહેશે.
આ અરજીમાં જાહેરાત નિર્માણનું ખર્ચ, ઇન્સર્શન્સ સંખ્યાના વિભાજન અને આવા દરેક ઇન્સર્શન માટે વસુલ કરવામાં આવનાર સૂચિત દર સાથે ટેલીવિઝન ચેનલ અથવા કેબલ નેટવર્ક પર આવી જાહેરાતના સુચિત પ્રસારણનું અંદાજીત ખર્ચ, મુકેલ જાહેરાત ઉમેદવાર કે ઉમેદવારો પક્ષોની ચૂંટણીની ભાવિ શક્યતાના લાભ માટે છે કે કેમ ? તે બાબત પણ જણાવવાની રહેશે. જાહેરાત રાજકીય પક્ષ અથવા ઉમેદવાર સિવાયની કોઇ વ્યકિતએ આપી હોય તો તે વ્યકિત સોગંદનામા પર જાહેર કરશે કે, તે કોઇ રાજકીય પક્ષ કે ઉમેદવારના લાભ માટે નથી. અને ઉકત જાહેરાત કોઇ રાજકીય પક્ષ અથવા ઉમેદવારે પુરસ્કૃત કરી નથી કે સોંપણી કરી નથી કે તેની ચુકવણી કરી નથી. બધી ચુકવણી એકાઉન્ટ પે ચેકથી કરવામાં આવશે એવી કબુલાત કરવી પડશે. ટેલીકાસ્ટ માટે જાહેરાત, જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસનું પ્રમાણપત્ર મેળવ્યા વિના જાહેરાત, જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસનું પ્રસારણ થઇ શકશે નહીં.
ચૂંટણી કામગીરી માટે નિયુક્ત ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવા માટે અધિકૃત કરવામાં આવે છે. તથા કેબલ ટેલીવિઝન અધિનિયમ -૧૯૯૫ તે હેઠળના નિયમો તથા નામ. સુપ્રીમ કોર્ટના અને ભારતના ચૂંટણી પંચના ઉકત આદેશ પરત્વે તપાસણી અને સીઝર સહિતની કામગીરી કરવા સતા આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાપાત્ર છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.