કડીના નંદાસણ ખાતે 34 મુ આંતરરાષ્ટ્રીય સંમેલન અને ગાલા એવોર્ડ કાર્યક્રમ યોજાયો..
મહેસાણા: કડી
28 - 29 ડિસેમ્બર 2024 ના રોજ ડોક્ટર નાકાદાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નોલેજ ના કેમ્પસમાં અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરીજીન દ્વારા 34 માં ઇન્ટરનેશનલ કન્વીનેન્સ ગાલ એવોર્ડ પ્રોગ્રામનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રામમાં દરેક રાજ્યના પ્રથમ ત્રણ મુસ્લિમ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક જેવા 18 રાજ્યમાંથી કુલ 93 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રથમને ગોલ્ડ મેડલ અને 7000 રોકડ પુરસ્કાર તેમજ દ્વિતીય ને સિલ્વર મેડલ અને 5,000 રોકડ પુરસ્કાર, તૃતીય આવેલ વિદ્યાર્થીને બ્રોન્ઝ મેડલ અને 3000 રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આફમી દ્વારા ભારત ભરમા મુસ્લિમોએ જે બિરદાવા લાયક બહાદુરી ભર્યું કાર્ય કર્યું હોય તેવા લોકોને 50,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવાનું એક પ્રસંસનીય કાર્ય કર્યું છે.
જેમાં આ વર્ષે ભાવનગરના કોળીયાદ ગામ પાસે યાત્રા કરી પરત ફરતા હિંદુ ભાઈઓની બસ પાણીના પ્રવાહમાં ફસાયેલી હતી સમયે બસના 29 યાત્રીઓને ભાવનગરના મુસ્લિમ મહંમદ હુસેન ભાઈ અને મહેબૂબભાઈ સૈયદે યાત્રીઓને હેમખેમ બહાર કાઢીને જે પ્રસંસનીય અને બહાદુરી પૂર્વક નું કાર્ય કર્યું હતું, તેમજ તાજેતરમાંજ બોમ્બેમાં જે બોટ દુર્ઘટનામાં લોકો ડૂબી રહ્યા હતા તેમને પણ મુસ્લિમ ભાઈઓએ બચાવીને બહાદુરી ભર્યું કાર્ય કરેલ છે. તેમને પણ 50,000 નું રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આફમી ના સ્થાપક અને ફાઉન્ડર ડોક્ટર નાકાદાર સાહેબનું એક સપનું હતું
ભારતના મુસ્લિમોને શિક્ષણ આપવું તેમને શિક્ષિત બનાવવા તેનાથી દેશ અને સમાજની પ્રગતિ થશે. આ પ્રેરણાદાયિક કાર્યને લઈને અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરીજીન AFMI ની સ્થાપના કરવામાં આવી હતી. ડોક્ટર નાકાદાર સ્થાપિત કોલેજના કેમ્પસમાં યોજાયેલા આ પ્રોગ્રામમાં આફમી ના સ્થાપક અને ફાઉન્ડર ડોક્ટર નાકાદાર સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે સફળ બનાવ્યો હતો.
*..✍🏻 બ્યુરો રીપોર્ટ ફઝલખાન પઠાણ એટ ધીસ ટાઇમ ન્યુઝ નંદાસણ મહેસાણા..📹*
9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.