પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રાખતી વિસાવદર ની જય અંબે ગરબી મંડળ - At This Time

પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રાખતી વિસાવદર ની જય અંબે ગરબી મંડળ


પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રાખતી વિસાવદર ની જય અંબે ગરબી મંડળઆજે વિવિધ સ્થળોએ ડાંડિયારાસ અને પાર્ટી પ્લોટ નું ચલણ છે જ્યારે જય અંબે ગરબી મંડળ જીવાપરામાં ભારતીય સંસ્કૃતિની અજોડ પરંપરા સ્વરૂપે મા દુર્ગાના નવ અવતાર ની પૂજાની પરંપરા નાની બાળાઓ ગરબા લઈને એક અનેરો આધ્યાત્મિક શક્તિનું વાતાવરણ સર્જી રહી છે આ જીવાપરા ગરબીના સંચાલકો આ ગરબીને વડીલોનો વારસો ગણાવી રહ્યા છે જે ભક્તિ સ્વરૂપે આગામી વર્ષોમાં પોતાના સંતાનોને પણ આપશે એવો હર્ષ વ્યક્ત કરી રહ્યા છે આ ગરબીનો પ્રખ્યાત ડાકલા રાસ દરરોજ રમવામાં આવે છે અને જુનવાણી રાસ પણ રમવામાં આવે છે તેમજ કોઈપણ પ્રકારના નાતજાતના ભેદભાવ વગર આ ગરબીની બાળાઓને દાતાશ્રીઓ તરફથી પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવે છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.