મેંદરડા જુનાગઢ સ્ટેટસ હાઈવે પર દાત્રાણા મેંદરડા વચ્ચે વારંવાર થતા અકસ્માતો રોડ સેફટી ડિપાર્ટમેન્ટની ધોર બેદરકારી અધિકારીઓ કુંભ કર્ણની નિંદ્રામાંથી ઊઠે‌‌..? - At This Time

મેંદરડા જુનાગઢ સ્ટેટસ હાઈવે પર દાત્રાણા મેંદરડા વચ્ચે વારંવાર થતા અકસ્માતો રોડ સેફટી ડિપાર્ટમેન્ટની ધોર બેદરકારી અધિકારીઓ કુંભ કર્ણની નિંદ્રામાંથી ઊઠે‌‌..?


મેંદરડા દાત્રાણા વચ્ચે ખાડા ના કારણે અનેક વાર થતા અકસ્માતો અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી ઊઠે તેવી લોકોની માંગ
મેંદરડા દાત્રાણા જુનાગઢ ગણાતો સ્ટેટ હાઇવ પર દાત્રાણા મેંદરડા ની વચ્ચે રોડ ખરાબ થઈ જવાના કારણે અનેક ખાડાઓ થયા છે જ્યાં અનેકવાર અકસ્મતો થવા પામ્યા છે જેનો સત્વરે રોડ અને ખાડાની કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે ત્યારે દાત્રાણા ના પૂર્વ સરપંચ વિઠ્ઠલભાઈ સોલંકી દ્વારા જણાવેલ છે કે આ ખાડા ઉપર અનેક જીવણેલ અકસ્માતો થયા છે,શું તંત્ર રાહ જોઈ રહ્યું છે કે કોઈ પરિવારમાંથી કોઈનું મૃત્યુ થયા ની રાહ જોઈ બેઠુ હોય તેવું લાગી રહ્યું છે લોકોની જિંદગી છીનવાઈ તે પહેલા આ રોડ પરના આંધળા ખાડાઓને આંધળુ તંત્ર ધોર નિંદ્રામાંથી ઉઠીને લોકોની સુખાકારી માટે તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી માગણી ઉઠી છે બે દિવસ પહેલા જ આ રોડ પર કાર જઈ રહી હતી જેની પાછળ બીજી કાર આવી રહી હતી ત્યારે આગળ જતી કારને અચાનક આંધળો ખાડો દેખાતા તાત્કાલિક બ્રેક મારતા પાછળ આવી રહેલી કાર સાથે અથડાય અને કારનો બુકડો બોલી ગયો જેમાં જાનહાની થયેલ નથી પણ આવા અકસ્માતો ન થાય તે પહેલા રોડ સલામતી ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે મેંદરડા દાત્રાણા ખડીયા જૂનાગઢ સુધીના રોડને તાત્કાલિક ધોરણે મરામત કરવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે મેંદરડા જુનાગઢ બાયપાસ રોડ નું કામ ચાલુ હોવાથી ખડીયા મેંદરડા રોડ પર ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થઈ રહી છે ત્યારે સાસણ, તાલાળા, ગીર સોમનાથ, દીવ ઉના કોડીનાર સહિતના પર્યટકો સ્થળ પર જવા માટે લોકો ખૂબ મોટા પ્રમાણમાં આ રોડ નો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે લોકોની સલામતી માટે તાત્કાલિક કામગીરી કરવી જરૂરી છે
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.