રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની સમીક્ષા કરવા આરોગ્ય કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ બેઠક યોજાઈ
આરોગ્ય પ્રભાગના વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપરાંત વિવિધ ૪૨૨ જેટલી આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ બેઠકમાં જોડાયા આરોગ્ય કમિશનરએ અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા વિવિધ સૂચનો આપી, તેની ચૂસ્તપણે અમલવારી કરવા નિર્દેશ કર્યો.
રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ફાયર સેફ્ટી વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા માટે આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલની અધ્યક્ષતામાં વીડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં આરોગ્ય પ્રભાગના વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતા. આ ઉપરાંત ૧૯ મેડીકલ કોલેજ-હોસ્પિટલ, ૧૮ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ૫૭ સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ૩૨૮ સામૂહિક આરોગ્ય કેન્દ્રને મળી કુલ ૪૨૨ આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.