બનાસકાંઠા જિલ્લામા દાંતાના માળ ગામ ખાતે લાખોના ખર્ચે બનેલ પુલ ધોવાયો
બનાસકાંઠા જિલ્લામા દાંતાના માળ ગામ ખાતે લાખોના ખર્ચે બનેલ પુલ ધોવાયો
બનાસકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકામાં સૌથી વધુ પહાડી વિસ્તાર આવેલા છે આ વિસ્તારમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને કાર્ય શરૂ કરવામાં આવે છે ત્યારે વન વિભાગ દ્વારા પણ ચેકડેમ બનાવવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ આરએનબી, દ્વારા જિલ્લા પંચાયત દ્વારા પણ વિવિધ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે.
દાંતા તાલુકાના માળ અને રસુલપુરા વચ્ચે લાખોના ખર્ચે પુલ બનાવેલ હતો તે પુલ નું ધોવાણ થયું છે અને પુલ ક્ષતીગ્રસ્ત થઈ ગયો છે. ત્યારે સરકાર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. દાંતા તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં કૌભાંડ થયા હોવાની પણ તાલુકામાં રહેતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે
રિપોર્ટ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.