જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ડીડીઓની અધ્યક્ષતામાં યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/e6fpiyo6nsm45n14/" left="-10"]

જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ડીડીઓની અધ્યક્ષતામાં યોજાઇ


દાહોદ, તા. ૨૦ : જિલ્લા સેવા સદન ખાતેના સભાગૃહ ખાતે આજે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. સંકલન સમિતિની બેઠક ભાગ એકમાં ધારાસભ્ય ઓના પ્રશ્ન લેવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ સંબધિત વિભાગના અધિકારીશ્રીઓને આ પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં ધારાસભ્ય વજેસિંહ પણદાએ મનરેગા યોજના અંતર્ગત મંજૂર કરાયેલા કામોની વિગતો, પૂર્ણ થયેલા કામો તેમજ બાકી કામોની વિગત વિશે પૃચ્છા કરાઈ હતી. સંકલન બેઠકમાં ધારાસભ્યઓના પ્રશ્નોનો સકારાત્મક ઉત્તર અપાયા હતા. ઉપરાંત દાહોદ નગરપાલિકા દ્વારા થયેલા કામો અને બાકી કામો તેમજ પીવાના પાણી, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, ગ્રામ પંચાયત, રસ્તા, ચોમાસાના ભરાતા વરસાદી પાણીના નિકાલ માટેના પ્રશ્નો રજુ કર્યા હતા. આ પ્રશ્ર્નોનો તાકીદે નિકાલ કરવા જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત અધિકારીઓને સુચનો આપ્યા હતા.બેઠકમાં ડીડીઓએ સી.એમ.ડેસ્કબોર્ડ અંતર્ગત સમયમર્યાદામાં કામગીરી કરવા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, નિવાસી અધિક કલેકટર એ.બી. પાંડોર, ડીઆરડીએ નિયામક બલાત, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]