મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના થકી અમે સમયસર પોષણયુક્ત ખોરાક મેળવી શકતાં હોવાથી અમારું બાળક પણ છે સુપોષિત
બરવાળા તાલુકાના કુંડળ ગામના મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી મતી રેખાબેન કમેજળીયાએ ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન પ્રતિભાવ આપતાં કહ્યું કે, જ્યારે કોઇ સ્ત્રી ગર્ભવતી બને છે ત્યારે સૌથી વધુ પૌષ્ટિક ખોરાકની જરૂર પડતી હોય છે, કારણ કે પૌષ્ટિક ખોરાકને કારણે સ્ત્રીની સાથે તેના બાળકનું સ્વાસ્થ્ય પણ યોગ્ય રહે છે પરંતુ ઘણી સ્ત્રીઓ એવી છે કે, જેઓ ગર્ભાવસ્થાના મધ્યમાં પોષણયુક્ત ખોરાક મેળવી શકતા નથી, જેના લીધે તેમના સ્વાસ્થ્યની સાથે તેમના બાળકના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે અમને સરકારની 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' અંતર્ગત તુવેરની દાળ, ચણા અને તેલ તેમજ માતૃશક્તિના પેકેટ મળતાં હોવાથી અમે સમયસર પોષણયુક્ત ખોરાક મેળવી શકીએ છીએ જેથી અમારું બાળક કુપોષણનું ભોગ બનતું નથી. જેથી આ યોજના અનેક માતાઓ માટે ખૂબ જ ઉપકારક નીવડી રહી છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.