ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીમાં સફેદમાખી (રૂગોસ સ્પાયરલિંગ વ્હાઇટ ફ્લાય) ના ઉપદ્રવને અટકાવવા માટેના પગલાઓ*
*ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીમાં સફેદમાખી (રૂગોસ સ્પાયરલિંગ વ્હાઇટ ફ્લાય) ના ઉપદ્રવને અટકાવવા માટેના પગલાઓ*
ગીર-સોમનાથ તા. -૧૫, નાયબ બાગાયતની કચેરી, ગીર-સોમનાથ દ્વારા નાળિયેરીના બગીચા ( ૧ થી ૩ વર્ષના ઝાડ ) ધરાવતા ખેડૂતોને જણાવવમાં આવે છે કે, સફેદમાખીના (રૂગોસ સ્પાયરલિંગ) અસરકારક નિયંત્રણ માટે પાયરીપ્રોક્સીફેન ૧૦% + બાયફેન્થ્રીન ૧૦% ઇ.સી. ૦.૦૨% ( ૧૦ મીલી/૧૦ લીટર પાણી ) અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસ.સી. ૦.૦૨૭% ( ૧૨ મીલી/૧૦ લીટર પાણી ) અથવા ડાયાફેન્થીયુરોન ૫૦% ડબ્લ્યુ.પી. ૦.૦૫% ( ૧૦ ગ્રામ/૧૦ લીટર પાણી), સ્ટાર્ચ ૧% ( ૧૦ ગ્રા/લીટર પાણી ) સાથે, પ્રથમ છંટકાવ જીવાતનો ઉપદ્રવ શરૂ થયે અને ત્યારબાદ બીજો અને ત્રીજો છંટકાવ, પ્રથમ છંટકાવના ૧૦ દિવસના અંતરે કરવાનો રહેશે.
ઉપરાંત નાળિયેરીના બગીચા ( ૫ વર્ષથી વધારે ઉંમરનાં ઝાડ ) ધરાવતા ખેડૂતોએ સફેદમાખીના (રૂગોસ સ્પાયરલિંગ) નિયંત્રણ માટે મૂળ શોષણ ( પેન્સીલ જાડાઇનું મૂળ ) પધ્ધતિથી પ્રતિ ઝાડ દીઠ ૧૦ મી.લી. પાણી સાથે મોનોક્રોટોફોસ ૩૬ એસ.એલ.@ ૧૦ મિ.લી. દવા ભેળવી, પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ શરુ થયે અને બીજી માવજત પ્રથમ માવજતના એક મહિનાના અંતરે કરવી. મૂળ શોષણની માવજત અને નાળિયેરને ઉતારવા વચ્ચેનો ગાળો ૩૦ દિવસ રાખવો. જેથી ખુબજ અસરકારક પરિણામો મેળવી શકાય છે. તેમ નાયબ બાગાયતની કચેરી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.