અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ૧૦ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી ટીમ - At This Time

અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ૧૦ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી ટીમ


અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ૧૦ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી ટીમ

ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઈ.ડી.ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા રાજ્યમાં નાસતા-ફરતા આરોપીનો સતત વધારો થઈ રહેલ હોય જે અનુસંધાને ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ (ઝુંબેશ) તા.૧૬/૦૧/૨૦૨૪ થી તા.૩૦/૦૧/૨૦૨૪ સુધીનું આયોજન કરવામાં આવેલ હોય જેના ભાગ રૂપે શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ કરી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનો કરી બહારનાં રાજ્યમાં રહેતા હોય તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા અમરેલી જિલ્લામાં રહેતા આવા નાસતા-ફરતાં આરોપીઓ ઉપર વોચ રાખી, પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ.

જે અન્વયે અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી.ટીમે અમરેલી રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૮/ ૨૦૧૪, IPC કલમ-૩૬૩, ૩૬૬, મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય, મજકુર આરોપીને આજરોજ તા.૨૯/૦૧/૨૦૨૪ ના રોજ અમરેલી-સાવરકુંડલા ચોકડી, આર.ટી.ઓ.રોડ તરફ જતા રોડ ઉપરથી મજકુર ઈસમને ભોગબનનાર સાથે પકડી પાડી, આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:
પ્રકાશભાઈ મનહરભાઈ મકવાણા, ઉ.વ.૩૬, ધંધો-મજુરી, રહે.ચિતલ, લાતી-બજાર, આંબેડકર નગર, તા.જિ.અમરેલી. હાલ રહે.દિલ્હી, કિરાડી ગામ, સુલેમાનનગર, પ્રેમનગર, દુર્ગાચોક, દિલ્હી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી. ટીમનાં અના. એ.એસ.આઈ. સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ સરવૈયા, રફીકભાઈ રાઠોડ તથા પો.કોન્સ. હીનાબેન મેવાડા દ્વારા કરવામાં આવેલ છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.