રાજકોટ રાંદેડ ખાતે નરેન્દ્ર મોદી ના 72 માં જન્મદિવસ નિમિત્તે 72 વૃક્ષો વાવીને વનરક્ષક કર્મચારીઓનો લીલો વિરોધ ! પડતર માંગને લઇ લીલીપટ્ટી ધારણ કરી
રાંદરડા નર્સરી ખાતે 72 વૃક્ષોનું કર્યું વાવેતર
રાજકોટ : આજ નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ હોવાથી 72 વૃક્ષોનું વાવેતર કરી વનરક્ષક કર્મચારીઓએ લીલીપટ્ટી ધારણ કરી અનોખો લીલો વિરોધ નોંધાવ્યો હતો.
વનરક્ષક અને વનપાલની પડતર માંગણીઓથી વડાપ્રધાનને અવગત કરવા તેમના જન્મદિવસ નિમિતે રાંદરડા નર્સરી, પ્રદ્યુમન પાર્ક પાછળ, રાજકોટ ખાતે વન કર્મચારીઓ દ્વારા 72 વૃક્ષો વાવી, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ કર્મચારીઓએ લીલી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.
પડતર માંગણીઓમાં વનરક્ષકને 2200 ગ્રેડ પે અને વનપાલને 4200 ગ્રેડ પે આપવો,રજા પગાર,મળવા પાત્ર તમામ ભથ્થા આપવા, ભરતી અને બઢતીનો 1:3 કરવા જેવી માંગ રાજકોટ, મોરબી જિલ્લા વનરક્ષક, વનપાલ કર્મચારી મંડળે કરી હતી.
ભરતભાઈ ભડણિયા
9904355753
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.