રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન “સ્પોર્ટ્સ કાર્નિવલ” યોજાશે. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન “સ્પોર્ટ્સ કાર્નિવલ” યોજાશે.


રાજકોટ શહેર તા.૧૪/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાએ તા.૨૭-સપ્ટેમ્બર થી તા.૧૦ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોક ઉત્સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. નેશનલ ગેઇમ્સ, ગુજરાત -૨૦૨૨ની વિવિધ સ્પોર્ટસ સ્પર્ધાઓ ગુજરાતના જુદા-જુદા શહેરોમાં યોજાનાર છે. જેમાં બે સ્પોર્ટસ હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓનું યજમાન રાજકોટ બનશે. નેશનલ ગેઈમ્સના યજમાન બનવાનો અવસર રાજકોટ શહેરને મળ્યો છે એ હકિકત રાજકોટ માટે ખુબ જ ગૌરવપૂર્ણ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન શહેરમાં યોજાનાર “સ્પોર્ટ્સ કાર્નિવલ” માં શહેરીજનો માટે અલગ-અલગ સ્પોર્ટ્સ યોજવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાય તેવી મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયાએ અપીલ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલ તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન શહેરમાં વિવિધ સ્પોર્ટ્સનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.